બોટાદ જિલ્લામાં બાગાયત ખેડૂતોને કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ યોજનાનો લાભ લેવા i-khedut portal ખૂલ્લુ મુકાયું - At This Time

બોટાદ જિલ્લામાં બાગાયત ખેડૂતોને કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ યોજનાનો લાભ લેવા i-khedut portal ખૂલ્લુ મુકાયું


તા.૧૯ ; બોટાદ જિલ્લામાં બાગાયત ખાતા દ્રારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે બાગાયતી ખેડૂતોને સહાય આપવા માટે કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ યોજના વર્ષ ૨૦૨૨-૨૩ માં નવી બાબત તરીકે મંજુર થયેલ છે. આ યોજના હેઠળ ખેડૂતો (ઓછામાં ઓછી ૨.00 હે તથા મહત્તમ ૪.00 હે.) તથા ખેતી લાયક જમીન ઘારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ, FPO,FPC, સહકારી મંડળીના સભાસદોને (ઓછામાં ઓછી ૨.00 હે તથા મહત્તમ ૫૦.00 હે.) બહુ વર્ષાયુ ફળઝાડ વાવેતર માટે સહાય આપવામાં આવશે તથા પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મીકંપોસ્ટ યુનીટ, પ્લાસ્ટીક આવરણ પૈકીના ઓછામાં ઓછા બે ઘટકમાં સહાય મળવા પાત્ર રહેશે.
સદર આ યોજનાનો લાભ લેવા તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી i-khedut portal ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આથી બોટાદ જિલ્લાના બાગાયત ખાતાની આ યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડુતોએ i-khedut portal (web site : www.ikhedut.gujarat.gov.in) માં જણાવેલ સમય દરમિયાન પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી ૭/૧૨, ૮-અ ની નકલ, હક્કપત્રક (નમુના-૬) ની નકલ, જાતિના દાખલાની નકલ (અનુ.જાતિ/અનુ. જન જાતિના કિસ્સામાં), આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, પ્રોજેક્ટ પ્રપોઝલ જરૂરી ક્વોટેશન સાથે, રજીસ્ટ્ર્ડ ટ્રસ્ટ,FPO,FPC, સહકારી મંડળીના સભાસદોના કિસ્સામાં રજીસ્ટ્રેશન, હેતુ, પ્રવ્રુતિઓ, બંધારણ, સભ્યો/સભાસદ વગેરેને લગતા સાધનિક કાગળો તેમજ છેલ્લા 3 વર્ષના ઓડિટ રીપોર્ટ અને જમીન તથા પાણીના ચકાસણી રીપોર્ટ સહિતના કાગળો સાથે અરજી કરવાની રહેશે.
આ અરજીઓ સાધનીક કાગળો સાથે નાયબ બાગાયત નિયમકશ્રીની કચેરી, એ/એસ/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ પર રજુ કરવા નાયબ બગાયત નિયામકશ્રી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.