કલેક્ટરશ્રી લલીત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં " તાલુકા સ્વાગત કાર્યક્રમ" યોજાયો - At This Time

કલેક્ટરશ્રી લલીત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં ” તાલુકા સ્વાગત કાર્યક્રમ” યોજાયો


કલેક્ટરશ્રી લલીત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં " તાલુકા સ્વાગત કાર્યક્રમ" યોજાયો
****
જિલ્લા સ્વાગતમાં અરજદારો દ્રારા ૧૭ જેટલા પ્રશ્નો રજુ કરાયા હતા
*****

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલીત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં હિંમતનગર મામલતદાર કચેરી ખાતે “તાલુકા સ્વાગત કાર્યક્રમ" યોજાયો હતો.
આ કાર્યક્રમમાં નાગરીકોએ ૧૭ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા ૨૦ વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે.
આ કાર્યક્રમમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, આજના આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો. વધુમાં કલેકટરશ્રીએ વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં હિંમતનગર પ્રાંતશ્રી વિમલ ચૌધરી, નગરપાલિકા ચિફ ઓફિસરશ્રી ગઢવી તેમજ અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image