ત્રણ સીટ પર બળવા રોકવા ભાજપના નેતાઓની દોડધામ .
વડોદરા જિલ્લામાં ભાજપ દ્વારા ટિકિટોની વહેંચણી કર્યા બાદ થયેલા અસંતોષને પગલે ડેમેજ કંટ્રોલ કરવા માટે કવાયત શરૃ કરાઇ છે . પરંતુ આગેવાનો માનવા તૈયાર નથી . વિધાનસભાની આગામી તા . ૫ મીએ યોજાનારી ચૂંટણી માટે ભાજપે વડોદરા જિલ્લાની પાંચ સીટ પર ઉમેદવારોના નામો જાહેર કરતાં ભડકો થયો છે . જેને પગલે પાદરા સીટ પરથી દીનુમામા , વાઘોડિયા સીટ પરથી મધુ શ્રીવાસ્તવ અને કરજણ સીટ પરથી સતિષ નિશાળિયા બળવો કરીને ચૂંટણી લડવા તૈયાર થયા છે . જિલ્લાના ત્રણેય આગેવાનોએ ગઇકાલથી કાર્યકરો સાથે મેરેથોન મીટિંગો કરી હતી . ટેકેદારોએ તેઓને ચૂંટણી લડવા માટે આગ્રહ કરતાં ત્રણેય આગેવાનો અપક્ષ કે પછી કોઇ રાજકીય પક્ષમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે . બીજીતરફ ભાજપના નારાજ આગેવાનોને મનાવવા માટે પ્રદેશના હોદ્દેદારોએ દોડધામ કરી મૂકી છે . પ્રદેશના એક હોદ્દેદાર નારાજ આગેવાનોને સમજાવવા પણ ગયા હતા . પરંતુ તેઓ માનવા તૈયાર નથી . જેથી ભાજપની મુશ્કેલી વધી ગઇ છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.