અરવલ્લી જિલ્લામાં ધો-૧૦ એસ.એસ.સી. અને ધો-૧૨ એચ.એસ.સી. સા.પ્ર./વિ.પ્ર. પુરક પરીક્ષા-૨૦૨૪ ના આયોજન માટે બેઠક યોજાઈ.
આગામી તા.૨૪/૦૬/૨૦૨૪ થી તા.૦૬/૦૭/૨૦૨૪સુધી બે સેશનમાં ૧૦:૦૦ થી ૧૩:૧૫ કલાકે અને ૧૫:૦૦ થી ૧૮:૩૦ કલાકે લેવાનાર છે. મોડાસા ખાતેના સામેલ યાદી મુજબના કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાનાર છે. જે અંતર્ગત ધો-૧૦ એસ.એસ.સી. અને ધો-૧૨ એચ.એસ.સી. સા.પ્ર./વિ.પ્ર. પુરક પરીક્ષાની તૈયારીઓ માટે બેઠક યોજાઈ.
અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે પૂરક પરીક્ષા યોજાવાની છે.જેમાં સંબંધિત વિભાગો સાથે બેઠક યોજીને જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી.જેમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા બેઠક સુચારૂ રૂપે પૂરક પરીક્ષાનું આયોજન કરવા તાકીદ કરી હતી.અંતરીયાળ ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને બસની પૂરતી સુવિધા મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું. તેમજ જે બાળકો પરીક્ષા અપાવા માંગતા નથી હોતા એવા બાળકોને સમજાવીને પરીક્ષા આપવા તૈયાર કરવામાં આવે.આ બેઠકમાં જિલ્લાના સંબધિત અધિકારીશ્રીઓ તેમજ શાળા સંચાલકો ઉપસ્થિત હતા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.