સિહોર પોલીસ ટીમ ની કાબીલે દાદ કામગીરી ધરફોડ ચોરી ના બે આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી સિહોર પોલીસ ટીમ
સિહોર ના અરવિંદભાઈ નારણદાસ રાવલ દ્વારા સિહોર પોલિસ માં પોતાના ઘરે ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી કે પોતાના દીકરાના ઘેર અમદાવાદ ગયા હતા તે દરમિયાન ઘર બંધ હોય ત્યારે કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા ગત ૨૪/૧૧/૨૪ ની મોડી રાત્રે મકાનનું તાળુ તોડી ૨૫૦૦ ની રોકડ ચોરી થયા ની ફરિયાદ નોંધાવી હતી સાથે સાથે સિહોર શિવપાર્ક માં રહેતા રાજેશભાઈ ભુપતભાઇ જોષી દ્વારા પણ તે જ દિવસે મોડી રાત્રે તેઓના પુત્રના ઘેર વલસાડ ગયા હોય ત્યારે બંધ મકાનમાં તાળું તોડી તસ્કરો ત્રાટકયા હતા અને ૧૩૮૪૦૦ ના સોના ચાંદી ના ઘરેણાં ચોરી થયાની ફરિયાદ સિહોર પોલીસ માં નોંધાવી હતી જેની તપાસ સિહોર પોલિસ ચલાવી રહી હતી આજુબાજુ ના સી.સી ટી વી ફૂટેજ તપાસતા બન્ને ચોરી કરનાર તસ્કરો ની મોડસ ઓપરેન્ડી એકજ હોય જે દિશામાં તપાસ હાથ ધરતા પાલીતાણા ના સમીર સલીમ ડેરૈયા તથા અસલમ ઉર્ફે ભંગારી ફિરોજ સૈયદ હોવાનું જાણવા મળતા બન્ને ની ધરપકડ કરવામાં આવી હતી જેઓની સઘન પૂછપરછ કરતા આ બન્ને ચોરી કર્યાની કબૂલાત કરી હતી અને તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો
આરોપીનો ગુનાહિત ઇતિહાસ ચકાસતા ભાવનગર,ભરૂચ,બોટાદ,વલસાડ,પાલીતાણા સિહોર એમ અનેક ચોરીઓમાં સામેલ હોવાનું ખુલવા પામ્યું હતું સમગ્ર ચોરીઓમાં બંધ મકાનને ટાર્ગેટ કરી લોખંડ ના સળીયા વડે તાળું તોડી મકાનમાં ચોરીનો અંજામ આપતા હતા ત્યારે સિહોર પોલીસ મથકના પોલીસ અધિકારી બી ડી જાડેજા દ્વારા આ ચોરી ડિટેકટ કરવા અથાક મહેનત કરી ને બાતમીદારો સહિત ને કામે લગાડ્યા હતા તે સમય દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસો ને બાતમી મળેલ કે ઉપરોકત આરોપીઓ ગરીબશાહ પીર ની દરગાહ નજીક શંકાસ્પદ વસ્તુઓ સાથે ઉભા છે ત્યારે બંને ને ઝડપી લઈ સાથે રહેલ સોના ચાંદીના દાગીના અંગે પૂછતાં સંતોષકારક જવાબ નહિ મળતા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બન્ને દ્વારા સિહોર ની ઉપરોક્ત બન્ને ચોરી કબૂલી હતી આમ બન્ને ચોરીનો સિહોર પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો
સમગ્ર કામગીરી માં સિહોર પી.આઈ બી.ડી.જાડેજા, હે.કો.આર.જે.મોરી,પો.કો લાલજીભાઈ સોલંકી, હરપાલસિંહ ગોહીલ, મહેશગિરી ગૌસ્વામી,અશોકસિંહ ગોહિલ,ઘનશ્યામભાઈ હૂંબલ તથા મુકેશભાઇ સાંબડ જોડાયા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
