આજે સિહોર સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે વાર્ષિક રમતોત્સવમાં રમતોની રસપ્રદ સ્પર્ધા યોજાઈ
આજે સિહોર માં આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે
વાર્ષિક રમતોત્સવનું આયોજન કર્યું હતું. આ રમતોત્સવ એટલા
માટે ખાસ બની રહ્યો કારણ કે, તેમાં આપણી પરંપરાગત અને
વિસરાતી જતી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સિહોરની શૈક્ષણિક સંસ્થા સ્વામિનારાયણ ગુરૂકુળમાં અભ્યાસ
કરતા વિધાર્થીઓ માટે યોજાયેલ વાર્ષિક રમતોત્સવમાં
પરંપરાગત અને વિસરાતી જતી રમતોનો સમાવેશ કરવામાં
આવ્યો હતો. આપણી દરેક પરંપરાગત રમતો ખેલાડીના
શારીરિક અને માનસિક આરોગ્ય માટે બહુ કારગત હતી. આ
વિસરાતી જતી રમતો ફરીથી પ્રચલિત થાય અને ખેલાડીઓ આ
રમતો થકી તંદુરસ્ત બને તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે વાર્ષિક
રમતોત્સવમાં લીંબુ ચમચી, રસ્સા ખેંચ, લંગડી અને સંગીત
ખુરશી જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ
રમતોની સ્પર્ધામાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકોએ ભારે જેહમત ઉઠાવી હતી રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
