વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે આંગણવાડી કેન્દ્રમાં R B S K આરોગ્ય વિભાગ દ્વારા કુપોષિત બાળકોનું નિદાન અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન - At This Time

વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે આંગણવાડી કેન્દ્રમાં R B S K આરોગ્ય વિભાગ દ્વારા કુપોષિત બાળકોનું નિદાન અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન


વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે આંગણવાડી કેન્દ્રમાં R B S K આરોગ્ય વિભાગ દ્વારા કુપોષિત બાળકોનું નિદાન અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન
વિસાવદર
વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામ ખાતે તારીખ 2/11/22 ના રોજ આંગણવાડી કેન્દ્ર નમ્બર 1 અને આંગણવાડી કેન્દ્ર નમ્બર 2 ઉપર વિસાવદર તાલુકા આરોગ્ય વિભાગ R B k s દ્વારા કેન્દ્રમાં આવતા કુપોષિત બાળકોના વજન ઉંચાઈ તેમજ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી
ડો શ્રી ઉપાધ્યાય સાહેબ તથા તેમના સ્ટાફ દ્વારા આ તકે કુપોષિત બાળકોના વાલીઓને આંગણવાડી કેન્દ્રમાં બોલાવી વ્યક્તિગત માર્ગદર્શન અને સમજૂતી આપવામાં આવી હતી
આ કાર્યક્રમ દરમ્યાન આશાવર્કર શ્રી નેહલ બેન તેમજ નીતાબેન આંગણવાડી કેન્દ્ર 1 કાર્યકર શ્રી ગીતાબેન હેલ્પર શ્રી બીનાબેન આંગણવાડી કેન્દ્ર 2 કાર્યકરશ્રી મીનાબેન હેલ્પર શ્રી પ્રભાબેન ભારે જહેમત ઉઠાવી હતી
કુપોષિત બાળકોના વાલીઓને બાળકોને તાલુકા cmtc મથક ખાતે લઈ જવાનો અનુરોધ કરવામાં આવીયો હતો
આ સમયે આપણાં ગામમાં એક પણ બાળક કુપોષિત ના રહે તેવા સંકલ્પ સાથે વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.