ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમનના કાયદાનો ભંગ કરી ફિશિંગ કરતા દ્વારકાના બે માછીમારો પકડાયા.
ફાયબર બોટમાં અનઅધિકૃત રીતે ટોકન વગર ફિશિંગ કરનાર બે ટંડેલો સામે મ્યાણી મરીન પોલીસે કરી કાર્યવાહી
ગોસા(ઘેડ)તા.૧૭/૧૨/૨૦૨૪
મ્યાણી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ. ઈન્સ. આર.એ. ઝાલા તથા એલ. આર. ચિરાગભાઈ કેશુભાઈ પાથરવાળા ખાનગી પીલાણુ(નાની બોટ) માં ગુજરાત રાજ્યની પ્રાદેશિક જળ સીમાની અંદર પેટ્રોલિંગ માં હતા. ત્યારે દરીયાઇ પેટ્રોલીંગ દરમ્યાન મ્યાણી ગામના બ્રહ્માજી લેન્ડિંગ પોઈન્ટ સામે
બે નાના પીલાણા (નાની બોટ )માં ટંડેલ તથા ખલાસીઓ ટોકન વગર માચ્છી મારી કરતા મળી આવતા બંને પીલાણાને હર્ષદ ગાંધવી ગામના દરિયા કાંઠે લઈ આવી ફાયબર બોટ-પીલાણામા અન-અધિકૃત રીતે ટોકન વગર ગેર કાયદેસર રીતે ફીંશીંગ કરતાh બોટના બે ટંડેલો વિરુધ્ધ્ પોરબંદર મ્યાણી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે ગુજરાત મત્સ્યોધોગ અન અધિનિયમ-૨૦૦૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
મ્હે. કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ.માલ તથા કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાઓ દ્રારા ગુજરાત રાજયના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં ફિશરીઝ એક્ટની જોગવાઈઓનો ભંગ કરતા ઈસમો વિરિદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા ખાસ ડ્રાઈવ રાખવા સૂચન થઈ આવેલ હોય જે અનુસંધાને જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓની સૂચના હેઠળ ગુજરાત રાજ્યના હોસ્ટેલ વિસ્તારમાં ગુજરાત મત્સ્યદ્યોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી અન-અધિકૃત રીતે જેમ કે ટોકન વગર, રજીસ્ટ્રેશન વગર, ટોકન સમય મર્યાદા નો ભંગ તથા ગેરકાયદેસર પદ્ધતિથી જેમ કે,લાઇન ફિશિંગ,ઘેરા ફિશિંગ, લાઈટ ફિશિંગથી ગેરકાયદેસર રીતે માછીમારી કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યરહી કરવા, કોસ્ટેલ એરિયામાં થતા ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા તથા કોસ્ટલ સિક્યુરિટી સબબ સરકારી બોટ દ્વારા સખત દરિયાઈ પેટ્રોલિંગ કરી બોટો ચેકિંગ કરવા તા.૧૨/૧૨/૨૦૨૪ થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધીની પોરબંદર જીલ્લાના દરીયાઇ/દરીયાકાંઠા વિસ્તારમાં ફીશીરીઝ એકટ હેઠળ ગુન્હા નોંધવા તેમજ સખત અને અસરકારક બોટ ચેકીંગ કરવા ડ્રાઈવ રાખવામાં આવેલ જે ડ્રાઈવ સબબ પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુનાઓ માર્ગદર્શન હેઠળ તા.૧૬/૧૨/૨૦૨૪ના રોજ મિયાણી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.વાળા તથા પોલીસ સ્ટેશનના માણસો બોટ મારફતે દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન બે ફાઇબર બોટો- પીલાણા (OBM)માં અન અધિકૃત રીતે રોકન વગર ગેરકાયદેસર ફિશિંગ કરતા મળી આવતા બે બોટના ટંડેલો
અનુક્રમે ગુલામ નામના પીલાણામા સીરાજ અયુબભાઇ પટેલીયા ઉ.વ.૨૮ રહે, રૂપેણબંદર, દાતાર ચોક, તા. દ્વારકા જિલ્લો દેવભૂમિ દ્વારકા તથા અલી નામના
પીલાણામા દિલચાક અયુબ પટેલીયા ઉ.વ.૨૬ રહે, રૂપેણબંદર, દાતાર ચોક, તા. દ્વારકા જિલ્લો દેવભૂમિ દ્વારકાવાળાઓ પોતાના હવાલાવાળી બોટમાં ગુજરાત રાજ્યની પ્રાદેશિક જળ સીમાની અંદર ગેરકાયદેસર ટોકન વગર મચ્છીમારી કરતા મળી આવતા તેઓની વિરુદ્ધ મિયાણી મરીન પોલીસ સ્ટેશન ગુ. ર.નં. પાર્ટ બી-૧૧૨૧૮૦૦૨૨૪૦૨૧૩/૨૦૨૪ તથા પાર્ટ બી-૧૧૨૧૮૦૦૨૨૪૦૨૧૪/૨૦૨૪ ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ-૨૦૦૩ ના કાયદાની કલમ -૨૧(૧)(ચ) મુજબના બે અલગ અલગ ગુનાઓ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે
આ કામગીરીમાં રોકાયેલ અધિકારી/કર્મચારીઓમાં પો.ઇન્સ.એમ. ડી વાળા.પો.સ.ઇ.આર.એ.ઝાલા,પોલીસ હેડ કોન્સ્ટેબલ.કે. એમ. મોકરીયા તથા પો.કોન્સ. કરશન કાનાભાઇ ઓડેદરા તથા પો.કોન્સ.ચિરાગભાઈ કેશુભાઈ દ્વારા કરવામાં આવેલ હતી.
રિપોર્ટર:-વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.