લાઠી ના રાજવી કવિ કલાપી ના 150 વર્ષ ની ઉજવણી નો લાઠી ખાતે પ્રારંભ
લાઠી ના રાજવી કવિ કલાપી ના 150 વર્ષ ની ઉજવણી નો લાઠી ખાતે પ્રારંભ
લાઠી ના રાજવી કવિ કલાપી ના 150 માં જન્મ દિન વર્ષ ની ઉજવણી નો લાઠી ખાતે લાઠી ના નામદાર લાઠી સ્ટેટ ઠાકોર સાહેબ કીર્તિ કુમાર સિંહજી ગોહિલ ના અધ્યક્ષસ્થાને લાલજીદાદા ના વડલા ના રામકૃષ્ણ ઓડિટોરિયમ હોલ ખાતે ઉજવણી નો પ્રારભ અમેરિકા સ્થિત કવિ વિશ્વદીપ બારડ ના શુભ હસ્તે કરવામાં આવેલ માતૃભાષા ના મૂળ તરફ નું પ્રદર્શન સારસ્વત શ્રી કવિ હર્ષદ ચંદારાણા ના હસ્તે, અસ્વિદ મેવાડા ના પુસ્તક જય ભારત નું લાઠી ના ધારાસભ્ય જનકભાઈ તળવિયા અને દીપ શીખ નવલકથા નું વિમોચન અગ્રણી જીતુભાઈ ડેર ના હસ્તે વિમોચન કરવામાં આવેલ નાટ્ય લેખક વાશુદેવ સોઢા નિર્દેશિત ગ્રામ માતા નાટિકા સરસ્વતિ વિદ્યા મંદિર ના બાળકો એ રજૂ કરેલ.અમરેલી લોકસાહિત્ય સેતુ સંસ્થા ના કલાકાર પ્રમુખ મહેન્દ્રભાઈ જોશી.સોનલ ત્રિવેદી , સોનલબેન સદરાણી અને રમેશભાઈ જાદવ વગેરે કવિ કલાપી ની રચના પ્રતુત કરેલ
આપણા સર્જક આપણી કૃતિ પુસ્તક પ્રદર્શન રાજમાતા ઉષાબા અને અમેરિકા સ્થિત સાહિત્ય રસિક રેખાબેન બારડ ના હસ્તે કરવા માં આવેલ
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના ના મહાનુભવો કવિ, લેખકો, વેપારી તેમજ આરાધના ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ સહિત મોટી સંખ્યા માં કવિ કલાપી ના ભાવક સમુદાય ઉપસ્થિતિ રહેલ કાર્યક્રમ નું સંચાલન સંસ્થા ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા,અને આભારવિધિ ટ્રસ્ટી એમ.પી. રામાણી કરેલ કાર્યક્રમ ને સફળ બનાવવા, રાજુભાઈ રીઝિયા, ભરતભાઈ પાડા , હરેશભાઈ સેજુ,દિનેશભાઈ કુંદનાણી,ભરતભાઈ શુકલ, ધીરુભાઈ ગાગદિયા, સમીરભાઈ રાજ્યગુરુ, હરેશભાઈ પઢિયાર,જયદીપ દવેરા, હનુભાઈ ભુવા હર્ષદભાઈ પડ્યા વગેરે જહેમત ઉઠાવેલ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.