દિવ્યાંગો માટે છેલ્લા 8 વર્ષ થી જ્યોત જગાવતી રોશની એટલે જ્યોતિ બેન શાહ - At This Time

દિવ્યાંગો માટે છેલ્લા 8 વર્ષ થી જ્યોત જગાવતી રોશની એટલે જ્યોતિ બેન શાહ


8 વર્ષ પેલા જ્યોતિ બેન શાહ ને એક વિચાર આવેલ કે પ્રજ્ઞાચક્ષુ, મુક બધીર, અસ્થિ વિષયક તથા માનસિક દિવ્યાંગો ના જીવનમાં જ્યોતી જગાવવા પોતે કંઈક કરવું જોઈએ. સમાજે જે મને આપ્યું છે તે સમાજને પાછું આપવાની આપણી ફરજ છે. આ વિચારથી જ્યોત ફાઉન્ડેશનની સ્થાપના કરી. આખા ગુજરાતમાં સૌથી વધુ ૧૩૦૦ મેમ્બર્સ ધરાવતી આ સંસ્થા સમગ્ર ગુજરાત માટે એક ગર્વરૂપ છે. કારણ એ છે આ જ્યોતિ બેન શાહ પોતે પણ જન્મથી 90 ટકા શારીરિક દિવ્યાંગ છે. પોતે દિવ્યાગ હોવાથી દિવ્યાંગોને દુઃખને તેઓ સારી રીતે સમજી શકે છે. તેઓએ 44 વર્ષ બેંકની અધિકારી તરીકેની તથા લાયન્સ ક્લબ ના પ્રેસિડેન્ટ તરીકેની ફરજ બજાવી રાષ્ટ્રપતિ એવોર્ડ રાજ્યપાલ એવોર્ડ તથા અન્ય ઘણા એવોર્ડ્સ મેળવી ચૂક્યા છે. આ સંસ્થા દિવ્યાંગોને તથા તેમના પરિવારને શૈક્ષણિક સહાય, રોજગારીની તકો, તહેવારોની ઉજવણી, મનોરંજન કાર્યક્રમો, અનાજ કરિયાણાની કીટનું વિતરણ, જેકેટ સ્વેટર શાલ ધાબળા નું વિતરણ,દિવાળી મા મીઠાઈ વિતરણ, મનોરંજન પ્રોગ્રામો જેવાઅનેક કાર્ય કરીને દિવ્યાંગોના દિલને જીતી લીધા છે... હવે 14/3/25 ના ધુળેટીના પર્વ નિમિત્તે જ્યોત ફાઉન્ડેશન દ્વારા રંગીલો દિવ્યાંગ કાર્યક્રમ નું આયોજન કરેલ છે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image