મહુવામાં ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતનો ઉગ્ર વિરોધ: રોડ પર સૂઈને અને યાર્ડમાં બેસી હરાજી અટકાવી
(રીપોર્ટ અબ્બાસ રવજાણી)
મહુવા માર્કેટીંગ યાર્ડમાં આજે ડુંગળીના ઓછા ભાવ સામે ખેડૂત અને ખેડૂત આગેવાનોએ જબ્બર વિરોધ નોંધાવ્યો સફેદ ડુંગળીના પડતા ભાવથી નારાજ થયેલા ખેડૂતોએ યાર્ડના રસ્તા પર બેસીને અને માર્ગ પર સૂઈને વાહન વ્યવહાર અટકાવ્યો આ વિરોધ અંતર્ગત યાર્ડમાં ચાલી રહેલી ડુંગળીની હરાજી રોકી દેવાઈ. ખેડૂત આગેવાનો દ્વારા જણાવાયું કે છેલ્લા અઠવાડિયા દરમિયાન ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા છે અને ખેડૂતોને નોંધપાત્ર નુકશાની સહન કરવી પડી રહી ચાર દિવસની રજામાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં લગભગ 10 લાખ ડુંગળીના થેલા આવ્યા હોવા છતાં, ખેડૂતોને સંતોષકારક ભાવ મળતા નથી ગુજરાતના પાંચથી વધુ જિલ્લાઓમાંથી આવ્યાેલા ખેડૂત આગેવાનો તથા મહુવા વિસ્તારમાં આવેલા 175 થી વધુ ડિહાઇડ્રેશન પ્લાન્ટોમાંથી બહુ મોટું નેટવર્ક હોવા છતાં ખેડૂતોને ન્યાય ન મળતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કેખુલતી બજારમાં ડુંગળીના ભાવ વેપારીઓ અને ડિહાઇડ્રેશનના માલિકો નક્કી કરતાં હોવાના કારણે ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી યાર્ડ અધિકારીઓ પણ આ નક્કી કરેલા ભાવ મુજબ જ હરાજી ચલાવતા હોવાનો આરોપ ખેડૂતો દ્વારા મૂકાયો આ મુદ્દે તાત્કાલિક ધ્યાન ન અપાય તો રાજ્યભરમાં આંદોલન ઉગ્ર બનવાની શકયતાઓ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
