ADC બેન્કના 100 વર્ષ પૂર્ણ થતા ડભોડા ગામમાં મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

ADC બેન્કના 100 વર્ષ પૂર્ણ થતા ડભોડા ગામમાં મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.


ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટીવ બેન્ક લિમિટેડના 100 વર્ષ પૂર્ણ થતા સ્વણીમ શતાબ્દી મહોત્સવના ઉજવણીના ભાગરૂપે ડભોડા હનુમાનજી મંદિરના રિવરફ્રન્ટ ખાતે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં બ્લડ ટેસ્ટ, આંખોની તપાસ, કાનની તપાસ માટે કેમ્પ ઊભા કરવામાં આવેલ તથા આ પ્રસંગે ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક તરફથી ડભોડા ગામની જાહેર જનતા માટે વ્હીલ ચેર, વોકર, એરબેડ, હોસ્પિટલ બેડ, સ્ટીક જેવા સાધનો ગામને આપવામાં આવ્યા અને ડભોડા ગામની ભજન મંડળીને ભજન કીટ પણ આપવામાં આવી તથા ગામની આંગણવાડીના બાળકોને ફ્રુડ પેકેટ તથા ગૌશાળામાં ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ડભોડા ગામના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમમાં શોભામાં વધારો કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. ના સ્ટાફ ઉપસ્થિત રહીને સફળ સંચાલન કરવામાં આવ્યું. ડભોડા ખાતે યોજવામાં આવેલા સ્વર્ણિમ શતાપથી કાર્યક્રમમાં ડભોડા ગામના અગ્રણીઓ ની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય લલિતસિંહ ઠાકોર , પૂર્વ ડેપ્યુટી સરપંચ હસમુખભાઈ ડી કે પટેલ , ડભોડાના શૈલેષકુમાર સોલંકી , એપીએમસીના મેમ્બર લલિતભાઈ જશુભાઈ પટેલ, ડભોડા હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓ બળદેવજી પરમાર, હીરાભાઈ પટેલ, રાજુભાઈ ગજ્જર , ડભોડા સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવેશભાઈ પટેલ , તાલુકા પંચાયત સદસ્ય હિંમતસિંહ પરમાર હાજર રહ્યા હતા અને મેડિકલ કેપ નો લાભ લીધો હતો . સમગ્ર કાર્યક્રમ એડીસી બેંકના સ્ટાફ તેમજ સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવેશભાઈ પટેલનાં સફળ સંચાલનમાં પૂર્ણ થયો હતો.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.