ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે આરોગ્ય ચિકીત્સા શિબીર યોજાઇ- વિદ્યાર્થીઓ અને કર્મયોગીઓનું થયુ આરોગ્ય પરિક્ષણ
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે આરોગ્ય ચિકીત્સા શિબીર યોજાઇ- વિદ્યાર્થીઓ અને કર્મયોગીઓનું થયુ આરોગ્ય પરિક્ષણ જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવા માટે સ્વસ્થ અને સશક્ત મન હોવું અનિવાર્ય છે,એટલે જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે,.- પ્રો.(ડો.) અતુલભાઇ બાપોદરાભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે વુમન ડેવલોપમેન્ટ સેલ, એસ.સી.એસ.ટી. સેલનાં સંયુક્ત ઉપક્રમે મહિલા દિવસની ઊજવણી અંતર્ગત અને જી.એમ.ઇ.આર..એસ. મેડીકલ કોલેજનાં સહયોગથી હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. યુનિ. દ્વારા પંચ પ્રકલ્પ યોજના હેઠળ યુનિવર્સિટીનાં તમામ કર્મચારીઓ માટે વિનામૂલ્યે આરોગ્યની ચકાસણી થાય અને આનુસાંગિક લેબોરેટરી પરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં Vitamin B12 અને TSH (Thyroid Stimulating Hormone) જેવા મહત્વના આરોગ્ય સંકેતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. પરીક્ષણો ખાસ કરીને શારીરિક થાક, ઉર્જાની કમી, થાઇરોઇડ સંબંધિત સમસ્યાઓ અને અન્ય આરોગ્ય સમસ્યાઓ માટે ઉપયોગી સાબિત થાય છે. આવા આરોગ્યલક્ષી ઉપક્રમો દ્વારા યુનિવર્સિટીના કર્મચારીઓ તેમના આરોગ્ય અંગે વધુ જાગૃત બની શકે અને સમયસર જરૂરી સારવાર મેળવી શકે છે. સાથે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અનુસ્નાતક ભવન ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા યુનિવર્સીટી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓની આરોગ્યલક્ષી ચકાસણી માટે હેલ્થ ચેકઅપ કેમ્પમાં તજજ્ઞ ડોક્ટરો, પેરા મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તથા જરૂરી દવઓ અને બ્લડપ્રેશર, રક્તપરિક્ષણ વગેરેના સાધન સાથે આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો એમ્બ્યુલન્સ વાહન સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ડો. હિરેન હડિયા-જનરલ ફિઝિશિયન, ડો.મુખ્તાર અહમદ મસ્તકી ઈ.એન.ટી., ડો. જીગ્નેશ રામાણી જનરલ સર્જન, ડો.નેહલ મોરી- ગાયનેકોલોજીસ્ટ, ડો.દેવાંશી ભટ્ટ ડર્મેટોલોજીસ્ટ, ડો.શુભમ રાઠોડ- ઓર્થોપેડિક સર્જન, ડો.જલ્પા સુથાર ઓપ્થેમોલોજિસ્ટ, ધ્રુવ મહેતા લેબોરેટરી ટેક્નિશિયન, રાજેશ ઝાલા ઇ.સી.જી. ટેક્નીશ્યન, તેમજ દિલીપ ચાવડા અને દિવ્યા વાઘેલા નર્સિંગ સ્ટાફ તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસણી કરી હતી આરોગ્ય તપાસણી કાર્યક્રમ પુર્વે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) અતુલભાઇ બાપોદરાએ ડો. સુશીલકુમાર પ્રિન્સીપાલ પોરબંદર મેડીકલ કોલેજ,ડો. હેમંત આમને જૂનાગઢ મેડીકલ કોલેજનાં ડીન અને ચિકીત્સા શિબીરનાં તબિબોને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા. આ તકે પ્રો. બાપોદરાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યુ હતુ કે પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો, કારણકે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે, અને જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવા માટે એક સ્વસ્થ અને સશક્ત મન હોવું અનિવાર્ય છે. એટલે જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે, માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે. યુવાવસ્થાએ વ્યસનમુક્ત જીવન અને યોગ યુક્ત વહેલી સવાર નિરામયી સ્વાસ્થયની પગથાર છે.યુનિ.નાં રજીસ્ટ્રાર ડો. મયંક સોનીએ વિદ્યાર્થીઓને સારા સ્વાસ્થ્યની શુભકામનાં પાઠવતા જણાવ્યુ હતુ કે આજનાં સોશ્યલ મીડિયાનાં સમયમાં યુવાનો રીલ અને રીયલ સમયથી અજાણ થતા જાય છે ત્યારે જીવનમાં હાસ્ય આત્માનું સંગીત છે. પોતાનાં સ્વાસ્થ્ય માટે જાગો. જાગ્યા ત્યારથી સવાર, નિરોગી રહેવું આપણા હાથમાં જ છે. શાંતિ રાખીએ, સંતોષી બનીએ, ચિંતા છોડીએ સો વર્ષ જીવીએ શતમ્ જીવ શરદ. પહેલુ સુખ તે જાતે નર્યા ઉક્તિને અનુસરીએઆજનાં આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં યુનિ.ભવનોનાં વિદ્યાર્થીઓ, યુનિ.નાં કર્મયોગી સ્ટાફે પોતાનાં આરોગ્યની ચકાસણી કરાવી હતી. ૫૦૦ ઉપરાંત લોકો આજે પોતાનાં સ્વાસ્થ્ય સંબંધે તબીબી પરિક્ષણ કરાવી જીવન વ્યાધીમુક્ત બને તે દિશામાં જાગૃત બન્યા હતા.આરોગ્ય તપાસણી કાર્યક્રમને સફળ બનાવવા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિમેન્સ સેલના અનિતાબા ગોહિલ, એસ.સી.એસ.ટી.સેલના રશ્મિબેન પટેલ, ડો. રાજેશ રવિયા, ટીચિંગ આસિસ્ટન્ટ, ડો. વિનીતવર્મા, વિવિધ વિભાગનાં અધ્યક્ષશ્રી, યુનિવર્સિટીના સ્ટાફ પરિવારે ચિકીત્સા શિબીરને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ અસ્વિન પટેલ જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
