શીર્ષક : તડકાનું સરોવર - At This Time

શીર્ષક : તડકાનું સરોવર


શીર્ષક તડકાનું સરોવર

એક તડકાનું સરોવર નીકળે ને હું ફૂલ બનીને ખૂલું
ઝાડ બનીને ઝૂલું,
પરોઢનાં જાકળમાં તડકો પિઘળે ને ,હું ફૂલ બનીને ખૂલું ઝાડ બનીને ઝૂલું.

સૂરજ શિયાળે ને ચંદન ઉનાળે , એનાથી શું ઊંચો વૈભવ ,
તડકા ને પણ તડકે મેલી ને ,હું ફૂલ બનીને ખૂલું ઝાડ બનીને ઝૂલું.

આગ પેલા વાયરા પેટાવે ,કોઈ જાણે અંતરના તેજ
પ્રગટાવે,
અંતરનાં આંખ ને આંજી તેજ,ને હું ફૂલ બનીને ખૂલું ઝાડ બનીને ઝૂલું.

પીળાછમ બોર જેવો પોષ નો કુમળો તડકો સાંજને રોકી રાખે,
પર્ણપોચી વૃક્ષટોચે ઝૂલતા પંખી, ને હું ફૂલ બનીને ખૂલું ઝાડ બનીને ઝૂલું.

ભીતર બેઠો રાજહંસ ને ઝાકળજળમાં ચમકી આંખોં,
અંધકારનાં બંધન કાપી અંતરલોક દીપાવો,ને હું ફૂલ બનીને ખૂલું ઝાડ બનીને ઝૂલું.

~ બીજલ જગડ
મુંબઈ ઘાટકોપર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.