વિસાવદર તાલુકાની પત્રકાર પરિષદની બેઠક મળી
વિસાવદર તાલુકાની પત્રકાર પરિષદની બેઠક મળી.
તા.૩૧-૮ ના રોજ વિસાવદર તાલુકાના પત્રકાર મિત્રો સંગઠનના ભાગરૂપે પત્રકારત્વ બાબતે વિચારોનું આદાન-પ્રદાન કરવા આર્ય સમાજ ખાતે બેઠક યોજાયેલ.
સૌ પ્રથમ તાલુકા પત્રકાર પરિષદના પ્રમુખ શાંતિભાઈ ગણાત્રા એ ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રોને આવકારેલ. બાદ જિલ્લા અને રાજ્ય કક્ષાએ પત્રકાર પરિષદની કામગીરીથી તમામને વાકેફ કરેલ. રાજ્ય પત્રકાર પરિષદના હોદ્દેદારોએ સરકાર પાસે પત્રકારત્વ ક્ષેત્રે કામ કરતા પ્રેસ, ઇલેક્ટ્રોનિક મિડિયા ના પ્રતિનિધિઓની વિવિધ વ્યાજબી માગણીઓની રજૂઆતો કરેલ. બાદ તમામ પત્રકાર મિત્રોને ભવિષ્ય નિધિના ઇન્સ્યોરન્સ બાબતે પુરા ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરી સત્વરે પહોંચતા કરવા નમ્ર અનુરોધ કરેલ.
ઉપરોક્ત તાલુકા પત્રકાર પરિષદની બેઠકમાં જિલ્લા પ્રભારી વિનુભાઈ પુરોહિત, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, તાલુકા પત્રકાર પરિષદના હોદ્દેદારો હરેશભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ ચૌહાણ, કેયુરભાઈ અભાણી, રાજુભાઈ ગોંડલીયા, મુસ્તાક ભુવર, સાદરાણીભાઈ, ભુપતભાઈ અમરેલીયા, ભનુભાઈ સાસીયા તથા સંબંધિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહેલ
રિપોર્ટ. સીવી જોશી
હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.