ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના અખિલ ભારતીય યુવા કોળી/કોરી સમાજ સંગઠન દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વિકસતી જાતિ ઓ.બી.સી.ને સ્થાનિક સ્વરાજ્ની ગ્રામ પંચાયત ચૂંટણીમાં વસ્તીના ધોરણે અનામત આપવા બાબતે પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપ્યું - At This Time

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના અખિલ ભારતીય યુવા કોળી/કોરી સમાજ સંગઠન દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વિકસતી જાતિ ઓ.બી.સી.ને સ્થાનિક સ્વરાજ્ની ગ્રામ પંચાયત ચૂંટણીમાં વસ્તીના ધોરણે અનામત આપવા બાબતે પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપ્યું


તા:3 ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના અખિલ ભારતીય યુવા કોળી/કોરી સમાજ સંગઠન દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વિકસતી જાતિ ઓ.બી.સી.ને સંવિધાનની જોગવાઈ મુજબ સ્થાનિક સ્વરાજ્ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વસ્તીના ધોરણે અનામત આપવામાં આવે અને બજેટમાં વસ્તીના ધોરણે ગ્રાન્ટ ફાળવવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે એવી માહિતી ગીર સોમનાથ જિલ્લાના અખીલ ભારતીય યુવા કોળી/કોરી સમાજનાં ઉપપ્રમુખ પાંચાભાઈ દમણીયાએ આપી હતી હાલ ગુજરાત રાજ્યની કુલ વસ્તીના 52% થી પણ વધારે વસ્તી ધરાવતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 146 જેટલી જાતિના લોકો વિકાસ માટે આઝાદી પછી દેશના તમામ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય દરજજો અને ખાતરી ભારતના સંવિધાનને આપેલ છે જેના ભાગરૂપે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્ની સંસ્થાઓમાં થતી ચૂંટણીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ઓ.બી.સી.ના લોકોનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તેવા શુભ આશયી વસ્તીના ધોરણે 10% જગ્યા અનામતનો લાભ આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે

ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો ઓ.બી.સી.ના લોકો માટે માંડલ કમિશનરએ 27% જગ્યા અનામત રાખવાનું સૂચવેલ હોવા છતાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 10% અનામત જગ્યા રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી જે પૂરતી નાં હતી રાજ્ય સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ઓ.બી.સી.ના લોકો માટેની આ 10% અનામત જોગવાઈમાં વધારો કરીને 27% કરવાની તૈયારે તાતી જરૂર હતી ત્યારે આ ગરીબ અને પછાત વર્ગના લોકોનો વિકાસને રૂંધવા માટે જે 10% અનામત હતી તે પણ નાબૂદ કરીને પછાત વર્ગના લોકોને અન્યાય થયો હોય આ બધું સરકાર દ્વારા થઈ રહ્યું છે જેમનું પણ ખૂબ જ દુઃખ છે એવા પણ સરકાર ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા એમાં વધુ જણાવ્યું હતું કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો વિકસતી જાતિ ઓ.બી.સી.ના લોકોના હિતને નુકસાન ના થાય એ માટે આપ શ્રી સાહેબ વિનંતી છે કે પછાત વર્ગના લોકોના હિત માટે નામદાર સર્વોચ્ચ અદાલતની ગાઇડલાઇનનું પાલન કરી ભારતના સંવિધાનને ધ્યાનમાં લઇ પછાત વર્ગના લોકોનું સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વસ્તી પ્રમાણમાં પ્રતિનિધિ જળવાઈ રહે અને ઓ.બી.સી સમાજની માગણી લાગણીને ધ્યાનમાં રાખીને માગણીઓ સ્વીકારે એવો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો

જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોની વસ્તી ગુજરાતમાં 52% થી પણ વધુ હોવા છતાં પણ સામાજિક ન્યાય અને અધિકારો લાભાર્થીઓ માટે સરકારી યોજનાના લાભ કરતાં ઓછાં લાભો યોજનાઓમાં પૂરતું બજેટ ફાળવવામાં નાં આવતા આજે અનેક લોકો માટે અન્યાય થઈ રહ્યો છે જેમાં પૂરતું બજેટ ફાળવવામાં આવતું નથી એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના લોકોની વસ્તી 52%થી પણ વધારે હોય તેમ છતાં લાભાર્થીઓ માટે 1/: ટકો રકમ પણ 20 વર્ષથી બજેટમાં ફાળવવામાં આવતી નથી અને ઘણા કિસ્સામાં રાજ્ય સરકારની ઉદાસીનતાને કારણે ફાળવેલ ગ્રાન્ટનો પૂરતો ઉપયોગ પણ થતો નથી જેના કારણે પછાત વર્ગના લોકોને વિકાસ માટેની યોજનાઓનો યોગ્ય લાભ પણ જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચતો નથી જેમાં વસ્તીને ધ્યાનમાં લઈને બજેટ ફાળવવામાં આવે અને સરકારી કચેરીઓ અર્ધ સરકારી કચેરીઓ બોર્ડ નિગમ કોર્પોરેશન આઉટસોસીંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે ભરતી કરવામાં આવે છે જેમાં અનામતની જોગવાઈ લાગુ કરેલ નાં હોવાથી કોન્ટ્રાક પદ્ધતિથી જે ભરતી કરવામાં આવે છે તેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે 27% જગ્યા અનામત કરવાનાં આદેશો કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને ભારતના સંવિધાનને આપેલ સમાનતા અધિકાર હેઠળ સમાવેશ કરવા અને સ્વરાજ્ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનામતનો લાભ મળે એવી માંગણી કરવામાં આવી હતી

પ્રેસ રિપોર્ટર ડી.કે.વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.