ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની ઉપસ્થિતિ માં  બાબરા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોર ટુ ડોર કોંગ્રેસ નાગરિક અધિકાર પત્રનું વિતરણ કરવા માં આવ્યું - At This Time

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની ઉપસ્થિતિ માં  બાબરા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોર ટુ ડોર કોંગ્રેસ નાગરિક અધિકાર પત્રનું વિતરણ કરવા માં આવ્યું


બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શહેર માં ધારાસભ્ય ઠુંમર સાથે રહી ડોર ટુ ડોર કોંગ્રેસ અધિકાર પત્ર ની વિતરણ કરી આવનારા સમય માં કોંગ્રેસ ની સરકાર બને તો વિવિધ વચન લોકો ને પત્ર મારફત વહેચ્યા હતા 

કોંગ્રેસ સમિતિ સહિત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી દ્વારા આગામી ચુંટણી નો વચન રૂપી ઢંઢેરા માં જણાવ્યા મુજબ ભાજપી શાશન માં મોંઘવારી બેરોજગારી અને કાયદો વ્યવસ્થા ની સ્થિતિ ગુજરાત માં વણસી ચુકી છે લુંટ ધાડ હત્યા ની સ્થિતિ સહીત ગુજરાત ના દરિયા કિનારા ઉપર થી કરોડો ની કીમત ના ડ્રગ્સ આવી રહ્યા છે અને ગુજરાત હવે ડોલતું ગુજરાત બન્યું છે ત્યારે આવનારી લોકસભા ધારાસભા માં કોંગ્રેસ ના વિજય ની કામના સાથે નાગરિકો ને વચન બધ્ધ પર્ત્યેક વ્યક્તિ ને ૧૦ લાખના ખર્ચ ની સારવાર વિના મુલ્યે તમામ દવા ખેડુતો ને ત્રણ લાખ સુધી નું દેવું માફ ગુજરાત માં ૧૦ લાખ યુવક યુવતી સરકારી નોકરી સરકારી નોકરી માં કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ બેરોજગાર યુવાનો ને માસિક ૩૦૦૦ ભથ્થું દુધ ઉત્પાદકો ને પ્રતિ લીટર ૫ રૂપિયા સબસીડી અને રાંધણ ગેસ માત્ર ૫૦૦ રૂપિયા કોરોના કાળ માં મૃત્યુ પામેલા ના સ્વજન ને ૪ લાખ ની સહાય વળતર આપવા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા વચન રૂપી આહવાન થયું હતું

શહેર માં ડોર ટુ ડોર કોંગ્રેસ આગેવાનો ચંદુભાઈ સાકરીયા બાવાલાલ હીરપરા ઇકબાલ ગોગદા  ખીમજીભાઈ મારૂ મુસાભાઈ પરમાર જગુભાઈ ખાદા સહિત ના જોડાયા હતા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.