ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બાંધવામાં આવનાર નવિન બસ સ્ટેશન અને ડેપો વર્કશોપ તથા ભરૂચ ( જીએનએફસી ) બસ સ્ટેશનનો ખાતમુહુર્ત સમારોહ અંકલેશ્વર સીટી બસ સ્ટેશન ખાતે યોજાયો - At This Time

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બાંધવામાં આવનાર નવિન બસ સ્ટેશન અને ડેપો વર્કશોપ તથા ભરૂચ ( જીએનએફસી ) બસ સ્ટેશનનો ખાતમુહુર્ત સમારોહ અંકલેશ્વર સીટી બસ સ્ટેશન ખાતે યોજાયો


સાંસદશ્રી મનસુખભાઇ વસાવા તેમજ અન્ય મહાનુભાવોએ નવિન બસ સ્ટેશન તથા ડેપો-વર્કશોપનું ખાતમુહુર્ત કર્યું

રૂા.૧૧૫૪.૧૮ લાખના ખર્ચે અંકલેશ્વર મુકામે બાંધવામાં આવનાર નવિન બસ સ્ટેશન તથા ડેપો-વર્કશોપ તેમજ રૂા. ૨૬૬.૯૭ લાખના ખર્ચે તૈયાર થનારા ભરૂચ (જી.એન.એફ.સી) નવિન બસ સ્ટેશનથી પરિવહનની સુવિધાઓ વધુ અસરકારક બનશે.
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ધ્વારા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બાંધવામાં આવનાર નવિન બસ સ્ટેશન અને ડેપો વર્કશોપ તથા ભરૂચ ( જીએનએફસી ) બસ સ્ટેશનનો ખાતમુહુર્ત સમારોહ અંકલેશ્વર સીટી બસ સ્ટેશન ખાતે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે અંકલેશ્વર- હાંસોટના ધારાસભ્યશ્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્યશ્રી રમેશભાઇ મિસ્ત્રી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ લલીતાબેન રાજપુરોહીત ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ ભરૂચ જિલ્લાના વિભાગીય નિયામકશ્રી આર.પી. શ્રીમાળીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું.

સોહેલ મન્સુરી, ભરૂચ
9998412562


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image