આજીડેમ ચોકડી પાસે ઓટો રીક્ષામાંથી દારૂની 72 બોટલ સાથે જંગલેશ્વરનો સત્તાર ઝડપાયો: અરબાઝનું નામ ખુલ્યુ
આજી ડેમ ચોકડી પાસે ઓટો રીક્ષામાંથી દારૂની 72 બોટલો સાથે જંગલેશ્વરનો સત્તાર અને માજોઠીનગરમાં આવેલ મકાનમાંથી દારૂની 46 બોટલ સાથે ઈમરાનને પીસીબીની ટીમે દરોડા પાડી પકડી પાડયા હતા.
દરોડાની વિગત મુજબ પીસીબી પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં એએસઆઈ મહિપાલસિંહ, હે.કો. ઘનશ્યામસિંહ અને હરદેવસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે આજી ડેમ ચોકડીથી માર્કેટ યાર્ડ જવાના રસ્તે સર્વિસ રોડ ઉપર કોહીનુર સર્વિસ સ્ટેશન પાસેથી ઓટો રીક્ષામાંથી વિદેશી દારૂની 72 બોટલ સાથે જંગલેશ્ર્વરના સતાર કાદર ફકીર (ઉ.28)ને પકડી પાડી રૂા.98,800નો મુદામાલ કબ્જે કર્યો હતો.
જયારે તેની પુછતાછમાં દારૂનો જથ્થો કાલાવડ રોડ પર રહેતા અરબાજ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ આદરી હતી. જયારે બીજા દરોડામાં હે.કો. વિજય મેતા, કુલદીપસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે દૂધ સાગર રોડ, માજોઠીનગર મેઈન રોડ પર ભારત ટાયર પંચરની બાજુમાં આવેલ મકાનમાંથી દારૂની 46 બોટલ સાથે ઈમરાન દિલાવર ખુલાણી (ઉ.23) રહે.
માજોઠીનગરની ધરપકડ કરી રૂા.30958નો મુદામાલ કબ્જે કરી પુછતાછ કરતા તેમણે દારૂનો જથ્થો રવિ કિશોર મકવાણા રહે. ગુ.હા.બોર્ડ કવાર્ટર પાસે ન્યુ શકિત સોસાયટીએ સપ્લાય કર્યાનું કબુલાત આપતા તેની શોધખોળ આદરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
