ડભોડા ખાતે હેલિકોપ્ટરથી દાદાના મંદિર પર પુષ્પવર્ષા કરી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી
સુપ્રસિદ્ધ શ્રી ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ મહોત્સવમાં હેલિકોપ્ટર એ ભારે આકર્ષણ જગાવ્યું
ગાંધીનગરના ડભોડા ગામે આવેલ સુપ્રસિદ્ધ અને ચમત્કારિક સ્વયંભૂ શ્રી ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ મહોત્સવ નું ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો . શ્રી ડભોડિયા હનુમાનજી દાદા ઉપર હેલિકોપ્ટર દ્વારા પાંચ વાર પુષ્પવર્ષા કરવામાં આવી હતી . હેલિકોપ્ટરમાં સવાર ભક્તો ભારે આનંદ અને ઉલ્લાસ સાથે ગુલાબના ફૂલોથી હનુમાનજી દાદાની ધજા , શિખર અને મંદિર ઉપર ઊંચા આકાશમાંથી પુષ્પ વરસાવતા ખૂબ જ દુર્લભ નજારો જોવા મળ્યો હતો . લાખો ભક્તોએ હેલિકોપ્ટર માંથી મંદિર ઉપર વરસતા ફૂલો ને મંદિર પરિસર તેમજ ગ્રામ્ય માર્ગ ઉપર ઉભા રહીને જીવંત નિહાળી હતી. હેલિકોપ્ટર પુષ્પ વર્ષા કરવામાં સ્થાનિક તેમજ અમદાવાદ શહેરના મળીને 25 ભક્તો રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ડભોડિયા હનુમાનજી દાદાના 45 વર્ષથી પણ વધુ સમયથી શ્રી હનુમાનજી મંદિરે અચૂકઆવતાં અને હનુમાનજીના પરમ ભક્ત અમદાવાદ ચાંદખેડાનાં બીપીનભાઈ પી. નાયક તેમજ તેમના પરિવાર દ્વારા પણ હેલિકોપ્ટરમાં ફૂલોની વર્ષા કરવામાં આવી હતી . પુષ્પ વર્ષા અંગે બીપીનભાઈ નાયક એ જણાવ્યું હતું કે ડભોડા ગામ તેમજ વિશ્વના કલ્યાણ માટે આ પુષ્પ વર્ષા દ્વારા શ્રી ડભોડિયા હનુમાનજી દાદાને પ્રાર્થના કરી હતી અને સૌનું કલ્યાણની ભાવના જગતમાં તેમજ ગ્રામજનોમાં રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. ડભોડા હનુમાનજી મંદિરના ટ્રસ્ટ તેમજ ગ્રામજનોને ખૂબ જ સુંદર આયોજન કરવા બદલ ખૂબ જ અભિનંદન પાઠ્વ્યા હતા. આ ઉપરાંત હેલિકોપ્ટરમાં બેસનાર તમામ ભક્તોએ પણ પુષ્પવર્ષાને ખુબ જ નિર્દાવી હતી અને જય શ્રી રામના નારાથી એક સમયે આકાશ પણ ઉંજી ઉઠ્યું હતું. લહેરાતી ધજાઓમાં પવનદેવ પણ હાજર હજુ રહ્યા હોય તેઓ નજારો સર્જાયો હતો.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
