“ગાવ/બસ્તી ચાલો” અભિનંદન અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતના આગેવાનોએ જસદણના જીવાપર ગામની મુલાકાત લીધી
જસદણના જીવાપરમાં "ગાવ/ બસ્તી ચલો" અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતના આગેવાન વિનુભાઈ ધડુક તેમજ તાલુકા પંચાયત સદસ્ય ચતુરભાઈ દેસાઈ તેમજ ગ્રામ આગેવાનો દ્વારા જીવાપર ગામની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં તેમણે સૌપ્રથમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જીવાપરની મુલાકાત લઇ આરોગ્ય વિષયક બાબતોની ચર્ચા કરી હતી. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પડતી અગવડતા અને સુવિધાઓ અંગે ડૉ.કૃતાર્થ વાયડા સાથે ચર્ચા વિચારણા કરી હતી. ત્યારબાદ પ્રાથમિક શાળા જીવાપરની મુલાકાત લઈ બાળકોને સફાઈ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ગામના આગેવાનો સાથે ખાટલા મીટીંગનું પણ આયોજન કર્યું અને ગામના લોકો સાથે મળી ગામને પડતી અગાવડતા અંગે ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે ગામમાં 100 વાર પ્લોટ મળેલ લાભાર્થીઓની મુલાકાત પણ લેવામાં આવી તેમજ પટેલ સમાજ વાડીની મુલાકાત પણ લીધી. આ તકે આગેવાનો દ્વારા સરકાર તરફથી મળતા લાભો અંગે જનજન સુધી પહોંચી સરકાર દ્વારા મળતા લાભોની સમીક્ષા કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
