જેતપુરમાં અંબિકા ઇન્ડસ્ટ્રીઝ નામના સાડીના કારખાનામાં ભીષણ આગ, 3 ફાયર ફાઇટર ઘટનાસ્થળે, રો-મટિરિયલ સહિતનો સામાન બરીને ખાક - At This Time

જેતપુરમાં અંબિકા ઇન્ડસ્ટ્રીઝ નામના સાડીના કારખાનામાં ભીષણ આગ, 3 ફાયર ફાઇટર ઘટનાસ્થળે, રો-મટિરિયલ સહિતનો સામાન બરીને ખાક


તા...27/02/2025

MUKTAR MODAN JETPUR
ATT THIS TIME

જેતપુરમાં વહેલી સવારે સાડીના કારખાનામાં ભીષણ આગ લાગતા સ્ટાફમાં નાસભાગ મચી ગઈ હતી. નવાગઢ નેશનલ હાઈવે કાંઠે આવેલ અંબિકા ઇન્ડ. નામના કારખાનામાં આગ લાગી હતી. ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટે દેખાયા હતા. સાડીના યુનિટ અને મશીનમાં આગ લાગી હતી. અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

આગને લઈને જેતપુર પાલિકાના 3 ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આગ લાગતા રો-મટિરિયલ સહિતનો સામાન બરીને ખાક થઈ ગયો છે. અંદાજે કરોડોની નુકશાનની આશંકા છે. આગને કાબૂમાં લેવા માટે ગોંડલથી ફાયર ફાઇટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.


9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image