સમસ્ત ગોસા (ઘેડ)ગામ દ્રારા નવ નિર્મિત મહેર સમાજ ભાગ-૧ નું ૨૪ ફેબ્રુઆરીના કુતિયાણાના લોક લાડીલા ધારાસભ્ય કાંધલભાઈના વરદ હસ્તે થશે લોકાર્પણ. - At This Time

સમસ્ત ગોસા (ઘેડ)ગામ દ્રારા નવ નિર્મિત મહેર સમાજ ભાગ-૧ નું ૨૪ ફેબ્રુઆરીના કુતિયાણાના લોક લાડીલા ધારાસભ્ય કાંધલભાઈના વરદ હસ્તે થશે લોકાર્પણ.


સ્વાગત સન્માન,સાંસ્કુતિક કાર્યક્રમો,રક્તદાન કેમ્પ,સમુહ ભોજન તેમજ લોક ડાયરા સહિતના ભરચક કાર્યક્રમોના થયેલ આયોજન*

ગોસા(ઘેડ) તા. ૨૨/૦૨/૨૦૨૪
પોરબંદર તાલુકાના ગોસા (ઘેડ) ગામે પોરબંદર-સોમનાથ નેશનલ હાઈવે રોડ મહેર સમાજ બનાવવા માટે છેલ્લા એક વર્ષથી સમસ્ત ગોસા(ઘેડ) ગામ તથા દાતાઓના ઉમળકા ભર્યા સાથ સહકાર થી ઉપસરપંચ પોલાભાઈ આગઠ અને સમાજ સેવક કારાભાઈ કાનાભાઈ ઓડેદરા (કારાઆતા) એ સતત રાત દિવસ એક કરીને ખંતથી મહેર સમાજ બનાવવાનું કામ હાથ ધરતાં તેમાં નવ નિર્મિત મહેર સમાજ ભવન ભાગ-૧નુ નિર્માણ કાર્ય પુર્ણ થતાં તેમનું સવંત ૨૦૮૦ મહાસુદ-૧૫ને શનિવાર તારીખ ૨૪ના રોજ સવારના ૧૦ કલાકે કુતિયાણના લોક્લાડીલા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, દવેનભાઈ કેશવાલા (IRS),તેમજ સંજયભાઈ કેશવાલાના સંયુક્ત વરદ હસ્તે મગલ ઉદઘાટન થશે.
*લેસ્ટર સીટી યુ.કે. ના કાઉન્સીલર નાગાર્જુનભાઈ આગઠ,રાષ્ટ્રીય સંત પુ. રમેશભાઈઓઝા સહિતના મહનુભાવિની ઉપસ્થિતિ*
આ પ્રસંગે ખાસ મુખ્ય અતિથિ વિશેષ મહેમાન તરીકે મુળ ગોસા(ઘેડ) ના પનોતા પુત્ર અને લેસ્ટર સીટી યુ.કે. ના કાઉન્સીલર નાગાર્જુનભાઈ ડી.આગઠ, મુખ્ય આમંત્રિત મહેમાનોમાં પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક,રાજ્યસાભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયા,પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પુર્વ ધારાસભ્ય પોરબંદરના બાબુભાઈ બોખીરીયા, માંગરોળ-માળીયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા,૭૯ દક્ષિણવિધાન સભા જામનગરના દિવ્યેશભાઈ અકબરી, પોરબંદર જીલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર,પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (રમેશ પટેલ) પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ લીરીબેન હાથીયાભાઈ ખુંટી,સંતો મહંતોમાં જાગીર ગોરખનાથ ઓડદરના પુ. ગોપાલનાથ બાપુ,સાંદીપની ગુરુકુલ ના પુ.ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા,સ્વામી નારયણ પોરબંદરના શાસ્ત્રીશ્રી ભાનુપ્રકાશ સ્વામી,વિસત માતાજી મંદિર ગોસા(ઘેડ)ના ભુવાઆતા શ્રી અરભમભાઈ આગઠ,લીરબાઈ ધામ ગોસા(ઘેડ)ના શ્રી રાજશીભગત,શ્રી હરસુખગીરીબાપુ (ચિકાસા),નરવાઈ માતાજી મંદિરના શ્રી હેમંતગીરીબાપુ સહિતનાઓ આ પ્રસંગે ઉપસ્થિતિ રહી મહેર સમાજ ભાગ-૧ લોકાર્પણના ભવ્ય કાર્યક્રમના શોભામાં અભીવ્રુધી કરશે.
ત્યાર બાદ આ પ્રસંગે ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું સ્વાગત સન્માનનો કાર્યક્રમ સમય સવારના ૧૦:૩૦ રાખવામાં આવેલ છે. જ્યારે દાતાશ્રીઓનો સન્માન સમારોહ સવારના ૧૧:૦૦ કલાકે તેમજ નવ નિર્મિત મહેર સમાજ ભાગ-૧ ના લોકાર્પણ પ્રસંગે પ્રાસંગીક પ્રવચન સવારના ૧૧:૩૦ કલાકે કરવામાં આવશે. જયારે આ મંગલ ઉદઘાટન પ્રસંગે સમસ્ત ગોસા(ઘેડ) ગામ તેમજ આમંત્રીત મહેમાનો માટેનો ભોજન સમારંભ બપોરના ૧૨:૩૦ ના રાખવામાં આવેલ છે. ત્યાર બાદ સાંજે ૩:૦૦ થી ૭:૦૦ સુધી મહેર રાસ મંડળ (કોટડા) તથા ગોસા(ઘેડ) ગામના ભાઈઓ તેમજ બહેનો માટેના સાંસ્ક્રુતિક કાર્યક્રમમાં કલાકાર પ્રતાપભાઈ પરમાર,મેરામણભાઈ ઓડેદરા અને લીલુબેન કેશવલાના સંગાથે રાસ ગરબાઓની રમઝટ બોલાવશે. સાંજનાં ૧૦ કલાકે યોજાનાર લોકડાયારામાં નામાંકિત ભજનીક કલાકારોમાં રાજભા ગઢવી,બીરજુ બારોટ અને દિવ્યેશભાઈ જેઠવા રાતભર ભજનોની રમઝટ બોલાવશે. આ પ્રસંગે શ્રીરામ બ્લડ ડોનેશન સેન્ટર દ્રારા સવારના ૧૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
રિપોર્ટર:- વિરમભાઈ કે આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.