રાજ્ય સરકાર નાં મહેસૂલ વિભાગ નો મહત્વ નો ઠરાવ બોનાફાઇડ પર્ચેઝર નાં કિસ્સા માં પાંચ કરોડ સુધી ની જમીન વેલ્યુએશન મંજુરી ની સત્તા જિલ્લા કલેકટર શ્રી ઓને - At This Time

રાજ્ય સરકાર નાં મહેસૂલ વિભાગ નો મહત્વ નો ઠરાવ બોનાફાઇડ પર્ચેઝર નાં કિસ્સા માં પાંચ કરોડ સુધી ની જમીન વેલ્યુએશન મંજુરી ની સત્તા જિલ્લા કલેકટર શ્રી ઓને


રાજ્ય સરકાર નાં મહેસૂલ વિભાગ નો મહત્વ નો ઠરાવ

બોનાફાઇડ પર્ચેઝર નાં કિસ્સા માં પાંચ કરોડ સુધી ની જમીન વેલ્યુએશન મંજુરી ની સત્તા જિલ્લા કલેકટર શ્રી ઓને

ગાંધીનગર ગુજરાત સરકાર નાં મહેસૂલ વિભાગ નાં ઠરાવ મુજબ બોનાફાઇડ પર્ચેઝર નાં કિસ્સા ઓમા રૂપિયા પાંચ કરોડ સુધી ની જમીન નાં વેલ્યુએશન ઉપર પ્રીમિયર વસુલાત ની મંજુરી ની સત્તા ઓ જિલ્લા કલેકટર શ્રી ઓને આપવા માં આવી અત્રે ઉલેખનીય છે કે રૂપિયા ૫૦ લાખ થી વધુ ની જમીન કિંમત હોય તેવા કિસ્સા ઓમા બોનાફાઇડ પર્ચેઝર મંજુરી રાજ્ય કક્ષા એથી ફરજિયાત લેવી પડતી હતી આ નિર્ણય થી
બોનાફાઇડ પર્ચેઝર ની અરજી ઓનો ઝડપી નિકાલ થશે જ્યારે ખરીદારે જમીન ખરીદી હોય ત્યારે જમીનની ૭-૧૨ ની નોંધ પર જૂની શરતની જમીનનો ઉલ્લેખ હોય પરંતુ ખરેખર તે નવી શરતની જમીન હોય તેવું સરકારની જાણમાં આવે ત્યારે આ સ્થિતિ સર્જાય છે.જ્યારે ખરીદાર શુદ્ધબુદ્ધિનો હોય એટલે કે બોનાફાઈડ પર્ચેઝર હોય ત્યારે આ નિયમ લાગુ પડશે.
નવી શરતની જમીન બિનખેતી કરી શકાતી નથી પરંતુ ખરીદારની જાણ અનુસાર તે જૂની શરતની જમીન હોય ત્યારે કલેક્ટરે પોતાની વિવેકબુદ્ધિને આધીન ખરીદાર શુદ્ધબુદ્ધિનો છે એટલે કે તેનો કોઈ બદઇરાદો નથી તેવું ઠરાવીને આવી જમીન પર હેતુફેર માટે પ્રિમિયમ વસૂલવાનું રહે છે બોનાફાઇડ પર્ચેઝર ના કિસ્સા માં હવે જિલ્લા કલેકટર મંજુરી આપશે મહેસૂલ વિભાગ નાં સરળીકરણ કરતા ઠરાવ થી બિન જરૂરી તુમાર ઘટશે બોનાફાઇડ પર્ચેઝર નાં કિસ્સા ઓનો ઝડપી નિકાલ થશે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image