જુનાગઢના ચકરારી ખૂન કેસમાં આરોપી ઓનો નિર્દોષ છુટકારોવિસાવદરના સિનિયર ધારાશાસ્ત્રી દિપક અભાણીની ધારદાર દલીલો
જુનાગઢના ચકરારી ખૂન કેસમાં આરોપી ઓનો નિર્દોષ છુટકારોવિસાવદરના સિનિયર ધારાશાસ્ત્રી દિપક અભાણીની ધારદાર દલીલોવિસાવદર ના સિનિયર ધારાશાસ્ત્રી અને જુનાગઢ ખાતે વકીલાત કરતા દીપકભાઈ અભાણી દ્વારા જૂનાગઢના એ.ડીવી.પોલીસ મથકમાં બનેલ ચકચારી મર્ડર કેસમાં બન્ને આરોપીઓ (૧)બાબુભાઇ માધવજીભાઈ અદ્રોજા તથા (૨)ઘનશ્યામભાઇ બાબુભાઈ અદ્રોજા રહે.જુનાગઢ વાળા સામે ફરિયાદીએ તેમના ભાઈનું ખૂન કરવા સંબંધની ફરિયાદ તા.૨૦/૦૪/૨૦ ના રોજ દાખલ કરેલી હતી જે જુનાગઢ ના સેસન્સ જજ એચ.એ.દવે સમક્ષ સેસન્સ કેસ નંબર- ૨૪/૨૧ થી કમિટ થતા તેમાં આરોપીઓ ને પોલીસ પેપર્સની નકલો આપ્યા બાદ આંક -૧૪થી તહોમતનામું ફરમાવવામાં આવેલ જેમાં આંક-૧૫,૧૬ થી આરોપીઓએ ગુનો કબૂલ નહિ કરતા આ કામની ટ્રાયલ ચાલેલ જેમાં સરકાર તરફે ૨૦ સાક્ષીઓની જુબાની થયેલ અને ૪૦ જેટલા દસ્તાવેજો રજૂ કરવામાં આવેલ ત્યારબાદ પુરાવો પૂરો થતાં આ કામ દલીલ ઉપર આવતા બચાવપક્ષના એડવોકેટ દ્વારા રેકર્ડ ઉપરની હકીકતો કાયદાકીય જોગવાઈઓ તથા સાહેદોના પુરાવાની વિસ્તુત છણાવટ કરી ફરિયાદ પક્ષ દ્વારા ફરિયાદ માં ડોકટર પાસેની કેસ હિસ્ટ્રીમાં તથા સાહેદો ની જુબાની મા જુદા જુદા હથિયારો હોવાની જુબાની આપેલ તે બાબતે રજુઆત કરી જણાવેલ કે ફરિયાદ માં ફરિયાદી લોખંડ ના પાઈપથી ઇજા કર્યાનું જણાવતા હોય અને આવા હથિયારથી આ પ્રકારની ફરિયાદીએ જણાવેલ તથા ડોક્ટરે જણાવેલ ઇજાઓ થઈ શકે તેમ જ તપાસ કરનાર અધિકારીએ આવું પાઈપજેવું હથિયાર સમગ્ર તપાસ દરમિયાન કબજે કરેલ જ નથી તેમજ ફોરેન્સીક લેબોરેટરીમાં આવા હથીયરનું કોઈ પરીક્ષણ કરવામાં આવેલ નથી વિશેષમાં પોલીસ સ્ટોરી મુજબ હથીયાર તરીકે લોખંડનો સરિયો કબજે કરવામાં આવેલ અને તેનું લેબોરેટરી માં પરીક્ષણ કરવામાં આવેલ જેમાં મરણજનાર નું લોહી આવેલ પરંતુ માત્ર લોહી આવવાથી ઇજા કરેલ છે તેવું અનુમાન થઈ શકે નહીં ઉપરાંત મરણજનારે ડોકટર સમક્ષ સારવાર દરમિયાન કોણે અને ક્યાં હથિયારથી ઇજા કરેલ છે તે જ જણાવેલ નથી ત્યારે આરોપીઓ સામે શંકાથી પર કડીબંધ પુરાવાથી પોતાના પગ ઉપર ઉભા રહીને પોતાનો કેસ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ હોય ત્યારે આરોપીઓ ને તેનો લાભ આપવો જોઈએ તેમજ બનાવ સમયે ભોગબનનારને શરીરના જુદા જુદા ભાગોમાં બટકા ભર્યાનો આક્ષેપ ફરિયાદ માં કરવામાં આવેલ હોય તેવા કારણોસર પણ કેસ સાબિત થતો ન હોય તે બાબતે પુરાવા ના કાયદાની વિસ્તુત છણાવટ કરી દલીલો કરતા સિનિયર એડવોકેટ દિપક અભાણી તથા એડવોકેટ મિલન અકબરીની ધારદાર દલીલો દયાને લઈ બન્ને આરોપીઓને નિર્દોષ ઠરાવી મુકવા આદેશ કરેલો છે આ ચકચારી કેસનો ચુકાદો સાંભળવા કોર્ટમાં લોકો આવેલ હતા
રિપોર્ટ હરેશ મહેતા visav👌
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.