મહુવા ગુરુદેવ રોકડિયા હનુમાનજી મહારાજના પાવન સાનિધ્યમાં હનુમાન જન્મોત્સવે બટુક ભોજનનું ભવ્ય આયોજન
(રિપોર્ટ હિરેન દવે
મહુવા શહેરના ગુરુદેવ રોકડિયા હનુમાનજી મહારાજના પાવન સાનિધ્યમાં તારીખ 12 મે 2025 ના રોજ, શનિવારના દિવસે પાવન હનુમાન જન્મોત્સવ નિમિતે બાળકો માટે વિશેષ બટુક ભોજન યોજાયું હતું. આ પ્રસંગે બાળકોને બદામ શેક, પુરી, ભૂંગળા વગેરે સ્વાદિષ્ટ ભોજન ઉપરાંત ભેટ સ્વરૂપે કંપાસ બોક્સ અને પેન પણ વિતરણ કરવામાં આવ્યું હતું દર વર્ષે હનુમાન જન્મોત્સવ તેમજ દર શનિવાર અને દરેક હિન્દુ તહેવાર પર ગુરુદેવના આશીર્વાદથી અને સંતોના માર્ગદર્શન હેઠળ છેલ્લા 30 વર્ષથી નિયમિત રીતે આ બટુક ભોજનનું આયોજીત થાય છે. આ ઉમદા કારકિર્દી પાછળનું મુખ્ય ઉદ્દેશ છે બાળકોમાં ધાર્મિકતા, સેવા તો ભાવના અને સંસ્કારનું વાવેતર કરવું આ સેવા કાર્યમાં અનેક ભક્તો અને સેવાભાવી લોકોએ સહભાગી થઈ ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
