“જળસેવા એજ જીવનસેવા!” સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ સિલ્વર દ્વારા ઠંડા પાણીની પરબ પ્રારંભ
સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ હમેશા અવનવા મનોરંજનના કાર્યક્રમ સાથે સાથે જીવદયા, સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે જાણીતું બનેલ છે જૈન ધર્મના પાવન પર્વ મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે, જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા જળ એજ જીવનની ભાવના અંતર્ગત ઠંડા પાણીના સેવાયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો છે ઉનાળાની અસહ્ય ગરમીમાં શહેરવાસીઓને તાજગી અને આરામ આપવાના હેતુથી શરૂ કરાયેલી આ "ઠંડા પાણીની પરબ" સેવા કાર્યોનો પ્રતીક બની રહી છે આ પરબ દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ ના સહયોગથી, કોઈપણ જાતિ, સમાજના ભેદભાવ કર્યા વગર સારા સંકલ્પ સાથે શરૂ કરવામાં આવી છે પરબ 3 સ્થળ પર ચાલુ કરવામાં આવેલ છે જેમાં શ્રેણિક એન્ટરપ્રાઇઝ મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ, જવાહર રોડ તથા રતન ટાઈમ્સ ન્યુ માર્કેટ સામે, પતરાવાળી ચોક તથા મહેતા મોબાઈલ (ફોન વાલે) A ડીવીઝન પોલીસ સ્ટેશન સામે ટાવર રોડ કાર્યક્રમ પ્રસંગે જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરના પ્રમુખશ્રી કુણાલભાઈ બાવીસી તેમજ સમગ્ર કારોબારી ટીમ ઉપસ્થિત રહી સેવા કાર્યનો આરંભ કર્યો હતો લોકોના અભૂતપૂર્વ પ્રતિસાદ અને સહયોગથી આ આયોજન વધુ વિસ્તૃત કરવાની યોજના પણ છે આજના યુગમાં જળસેવા એ મહાદાન છે અને આ રીતે જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરએ માનવતાની સેવા માટે ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
