એરપોર્ટ શરૂ કરવામાં ઉતાવળ થઈ, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શરૂ કર્યું હોત તો મુસાફરોને અગવડ ન પડતઃ રાજકોટ ઓથોરિટીએ સ્વીકાર્યું - At This Time

એરપોર્ટ શરૂ કરવામાં ઉતાવળ થઈ, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શરૂ કર્યું હોત તો મુસાફરોને અગવડ ન પડતઃ રાજકોટ ઓથોરિટીએ સ્વીકાર્યું


રાજકોટ-અમદાવાદ હાઈવે પર 31 કિલોમીટર દૂર હીરાસર ગામ ખાતે બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈ અપૂરતી સુવીધા હોવાનો વિવાદ છેલ્લા બે દિવસથી ચાલી રહ્યો છે. ત્યારે આજે રાજકોટ એવિએશન કમિટીના સભ્ય અને ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન વી.પી. વૈષ્ણવે નિવેદન આપતાં જણાવ્યું હતું કે આ એરપોર્ટ શરૂ કરવામાં થોડી ઉતાવળ જરૂર થઈ ગઈ છે. જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં સંપૂર્ણ સુવિધા સાથે શરૂ કર્યું હોત તો મુસાફરોને અગવડતા ન સર્જાઈ હોત, પરંતુ સુવિધામાં રહેલા અભાવ અંગે એરપોર્ટ ડિરેક્ટર અને એવિએશન કમિટીના વડાને રજૂઆત કરી તાત્કાલિક નિરાકરણ આવે એવી અમે માગ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.