મોરબી રોડ પર ડિવાઈડર તોડવા માટે GSRDCની મંજૂરી લેવાશે - At This Time

મોરબી રોડ પર ડિવાઈડર તોડવા માટે GSRDCની મંજૂરી લેવાશે


માધાપર ચોકડીએ થતા ટ્રાફિકને હળવો કરવા આખરે હવે થશે કાર્યવાહી

શહેરની માધાપર ચોકડીએ બ્રિજ બનતો હોવાથી ટ્રાફિક સમસ્યા વિકરાળ બની રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે મનપા અને માર્ગ અને મકાન વિભાગ સાથે ચર્ચા કરતા મોરબી રોડ પરનો એઈમ્સ રોડ ખુલ્લો કરાય તેમજ ડિવાઈડર તોડવામાં આવે તો ટ્રાફિકમાં 50 ટકા રાહત થાય તેવું બહાર આવ્યું હતું. આ મામલે મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં આવતા માર્ગ અને મકાન વિભાગ સાથે સોમવારથી સંકલન કરશે જ્યારે માર્ગ અને મકાન વિભાગ આ રોડ માટે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન અંતર્ગત આવતો હોવાથી ત્યાં જાણ કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.