લોકમેળાની જેમ નવરાત્રી પણ બગડશે?, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી - At This Time

લોકમેળાની જેમ નવરાત્રી પણ બગડશે?, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી


ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી વરસાદની આગાહી કરી છે જે નવરાત્રીના ઉત્સવને અસર કરી શકે છે. પરેશ ગોસ્વામીએ સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં ફરી વરસાદનાં નવા રાઉન્ડની આગાહી કરી છે.
શું કરી છે આગાહી
લોકમેળાઓની મજા બગાડ્યા બાદ હવે વરસાદ નવરાત્રી ઉજવણીમાં પણ વિઘ્નરૂપ બની શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે સપ્ટેમ્બર માસમાં પણ વરસાદની શક્યતા યથાવત છે. રાજ્યમાં હાલ પુરતુ વરસાદ વિરામ લેશે પરંતુ સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. પરેશ ગોસ્વામી દ્વારા 1 થી 18 ઓક્ટોબર દરમ્યાન કેટલાક જીલ્લામાં છુટા છવાયા તેમજ કેટલા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. પરેશ ગોસ્વામી અનુસાર આ વર્ષે ચોમાસુ મોડું વિદાય લેશે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય
બંગાળની ખાડીમમાં એક પછી એક બનતી વાતાવરણીય સિસ્ટમો ગુજરાત તરફ આગળ વધશે, જે રાજ્યમાં વરસાદ લાવી શકે છે. હાલ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમો ગુજરાત પરથી પસાર થઈ મધ્ય પ્રદેશ તરફથી ઉત્તર ભારત તરફ જઈ રહી છે. જેથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ બોર્ડર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદી ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્રમાં બે-ત્રણ દિવસ સુધી સામાન્ય તેમજ મધ્યમ તેમજ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે.
પરેશ ગોસ્વામીની આગાહીએ ચિંતા વધારી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આ આગાહી ઘણા લોકો માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે નવરાત્રી ગુજરાતનો એક મુખ્ય સાંસ્કૃતિક તહેવાર છે. વરસાદની શક્યતા તહેવાર સાથે જોડાયેલી બહારની ઉજવણીઓ અને મેળાવડાઓને અસર કરી શકે છે. વરસાદે અગાઉ લોકમેળાની મજા બગાડી હતી. જેને પગલે રાજ્યના નાગરિકો ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓમાં ભારે નિરાસા સાંપડી હતી.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.