કોટડા (જડોદર) ખાતે ૭૫માં વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી તથા પંચવટી વિકાસ કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
પર્યાવરણ અને માનવજાતના રક્ષણ માટે વૃક્ષારોપણ કરવું દરેક નાગરિકની ફરજ છે.
- સાંસદશ્રી, વિનોદભાઈ ચાવડા
૦૦૦૦૦૦
દરેક નાગરિકે સામાજિક તથા ધાર્મિક પ્રસંગોએ વૃક્ષનું રોપણ તથા ઉછેર કરવો જોઈએ
-જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા
૦૦૦૦૦૦૦
કોટડા (જડોદર) ખાતે ૭૫માં વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી તથા પંચવટી વિકાસ કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
૦૦૦૦
ભુજ, બુધવાર
કચ્છ વન વર્તુળ ભુજ દ્વારા આયોજિત જિલ્લાકક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી તથા પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાના તથા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાના અતિથિ વિશેષપદે નખત્રાણા તાલુકાના કોટડા (જડોદર) ખાતે કરવામાં આવ્યું હતું .
સંતશ્રી ત્રિકમ સાહેબના મંદિર, સિંહ ટેકરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આજરોજ કચ્છના ત્રીજા પંચવટી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે સમાજ માટે ઉપયોગી બની રહેશે. તેમણે આ પ્રસંગે વન વિભાગ દ્વારા ૪૩ લાખ રોપાનો ઉછેર, વિતરણ તથા વાવેતર અંગેની જાણકારી નાગરિકોને આપીને વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પર્યાવરણના જતન માટે ચલાવવામાં આવતા વિવિધ અભિયાનો તેમજ વનવિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ સાથે પોતાના ઘર, આસપાસના વિસ્તારોમાં અચૂકથી વૃક્ષારોપણ કરી અને તેનો ઉછેર કરવા જણાવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ, આજના સમયમાં વૃક્ષોની મહત્તા તથા મહિમા વર્ણવીને લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા જણાવ્યું હતું. તેમણે પ્રદૂષણ ઘટાડવા, કુદરતમાં સંતુલન સાધવા તથા ભવિષ્યની પેઢીના આરોગ્ય માટે વૃક્ષારોપણ પર ભાર મુકયો હતો.
અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ વન ખાતાને કચ્છના વાતાવરણને અનુકૂળ તથા અહીંની ઓળખ સમાન વૃક્ષોના રોપા ઉછેર કરીને તેનું જંગલમાં પ્રમાણ વધે તે દિશામાં કામગીરી કરવા સૂચન કર્યું હતું. ધારાસભ્યશ્રીએ વનવિભાગની કામગીરીને બિરદાવીને ઉપસ્થિત નાગરિકોને વૃક્ષારોપણ કરવા અને તેના ઉછેરની જવાબદારી લેવા અપીલ કરી હતી.
આ પ્રસંગે સામાજિક વનીકરણ નાયબ વન સંરક્ષકશ્રી હરેશ મકવાણાએ કચ્છવાસીઓના પર્યાવરણના જતન માટેના પ્રેમને બિરદાવ્યો હતો. તેમણે વનવિભાગ તરફથી પર્યાવરણના જતનમાં જરૂરી તમામ સહયોગ લોકોને આપવામાં આવશે તેવી ખાત્રી સાથે કચ્છના વાતાવરણને અનુકૂળ તથા અહીંની સંપદા સમાન દેશી વૃક્ષોની વાવણી તથા જતન માટે વનવિભાગ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. બન્ની ગ્રાસ લેન્ડના નાયબ સંરક્ષકશ્રી બી. એમ. પટેલે વનવિભાગની કામગીરી અંગે માહિતી આપી હતી.
કાર્યક્રમમાં પર્યાવરણના જતન માટે કામગીરી કરનાર સંસ્થાઓ તેમજ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે નોંધપાત્ર કામગીરી કરનાર વનવિભાગના સંનિષ્ઠ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાવનાબેન પટેલ, ગામ સરપંચશ્રી કોકીલાબેન ચાવડા, મહંતશ્રી દીપકનાથ બાપુ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી કરસનજી જાડેજા, નયનાબેન પટેલ, પ્રાંત અધિકારીશ્રી સુરજ સુથાર, પશ્ચિમ કચ્છ નાયબ વન સંરક્ષક શ્રી યુવરાજસિંહ ઝાલા, પૂર્વ કચ્છ નાયબ વન સંરક્ષક શ્રી ગોવિંદ સરવૈયા, સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, આગેવાનશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિ
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.