દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાં બ્લાસ્ટની ધમકી:બોમ્બ સ્કવોડ ટીમ સક્રિય; 22 દિવસમાં આવી છઠ્ઠી ઘટના
દિલ્હીની શાળાઓ, હોસ્પિટલો અને એરપોર્ટ બાદ હવે દિલ્હી યુનિવર્સિટી (DU)ની લેડી શ્રી રામ કોલેજને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, ડીયુની લેડી શ્રી રામ કોલેજને બોમ્બથી ઉડાવવાનો કોલ આવ્યો હતો, ત્યાર પછી ફાયર વિભાગની બે ગાડીઓને ઘટનાસ્થળ પર મોકલવામાં આવી હતી. દિલ્હી પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ પણ સક્રિય થઈ ગઈ હતી. જો કે તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. આ મહિનાની 1 મે પછી 23 દિવસમાં બોમ્બની ધમકીની આ સાતમી ઘટના છે. આના એક દિવસ પહેલા બુધવારે ગૃહ મંત્રાલયને બોમ્બની ધમકી મળી હતી. આ મહિનાની શરૂઆતમાં, દિલ્હી-એનસીઆરમાં 100થી વધુ શાળાઓને સમાન ધમકીભર્યા ઇમેઇલ મળ્યા હતા. 8 દિવસ પહેલા પણ દિલ્હીની 7 મોટી હોસ્પિટલો અને દેશની સૌથી સુરક્ષિત જેલ તિહારમાં બોમ્બ બ્લાસ્ટના મેલ મોકલવામાં આવ્યા હતા. આ પહેલા પણ 10થી વધુ એરપોર્ટ પર આવી ધમકીઓ મળી ચુકી છે. 1 મે: દિલ્હી-એનસીઆરની લગભગ 100 શાળાઓમાં બોમ્બ મૂક્યાની ધમકીઓ અપાઈ હતી 1 મેના રોજ એક ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો કે દિલ્હી-એનસીઆરની 100થી વધુ શાળાઓમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. બાદમાં પોલીસે આ માહિતીને નકલી ગણાવી હતી. આ પહેલા રવિવારે (12 મે) દિલ્હી એરપોર્ટ, 20 હોસ્પિટલો અને ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીની ઓફિસ પર બોમ્બની ધમકી મળી હતી. તે જ સમયે, 30 એપ્રિલના રોજ દિલ્હીની ચાચા નેહરુ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી 6 મે: અમદાવાદની 23 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 6 મેના રોજ અમદાવાદની 23 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ પછી સોમવારે સવારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગભરાટ ફેલાયો હતો. ઈ-મેલ મળ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને પોલીસ અધિકારીઓની ટીમોએ શાળાઓમાં તપાસ કરી હતી. શાળાઓને મોકલવામાં આવેલ ઈ-મેલ તૌહીદ વોરિયરના નામે મોકલવામાં આવે છે. ઈમેલમાં લખ્યું છે...ઈસ્તીશાદી (જેહાદીઓ) આખા શહેરમાં ફેલાઈ ગયા છે અને હુમલો કરવા તૈયાર છે. તૌહીદના યોદ્ધાઓ અમારો વિરોધ કરનારા તમામને મારી નાખશે. અમારો હેતુ ગુજરાતમાં શરિયા કાયદો સ્થાપિત કરવાનો છે. અમારી સામે સરેન્ડર થઈ જાઓ અથવા અમારી નફરતથી મરી જાઓ. અમે તમારા જીવનને લોહીની નદીઓમાં ફેરવી દઈશું. 12 મે: 13 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
12 મેના રોજ એટલે કે ગયા રવિવારે દેશના ઘણા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલમાં લખવામાં આવ્યું છે કે દિલ્હી, જયપુર, દિલ્હી, અમદાવાદ, ગુવાહાટી, જમ્મુ, લખનઉ, પટના, અગરતલા, ઔરંગાબાદ, બાગડોગરા, ભોપાલ અને કાલિકટ એરપોર્ટની ઈમારતોમાં બોમ્બ છુપાવવામાં આવ્યા છે. મેલમાં લખવામાં આવ્યું હતું - થોડા કલાકોમાં બ્લાસ્ટ થશે. આ મેલને ધમકી ન ગણો. બોમ્બને ડિફ્યુઝ કરો, નહીં તો ઘણા નિર્દોષ લોકો મરી જશે. રવિવારે બપોરે સીઆઈએસએફના ઓફિશિયલ આઈડી પર ઈ-મેલ મળ્યા બાદ એરપોર્ટ પ્રશાસન અને સુરક્ષાકર્મીઓ એલર્ટ થઈ ગયા હતા. એરપોર્ટ પર તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. 13 મે: લખનઉની 4 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સોમવારે, 13 મેના રોજ સવારે લખનઉની 4 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેમાં વિબગ્યોર, સેન્ટ મેરી, ગોમતીનગરની પીજીઆઈ અને આલમબાગની એલપીએસ સ્કૂલનો સમાવેશ થાય છે. સ્કૂલ મેનેજમેન્ટે તરત જ સ્કૂલોમાં રજા જાહેર કરી દીધી હતી. બાળકોને કેમ્પસની બહાર મોકલી દેવામાં આવ્યા હતા. બાળકોને તાત્કાલિક ઘરે લઈ જવા માટે વાલીઓને સંદેશ મોકલવામાં આવ્યો હતો. ડીસીપી પૂર્વે જણાવ્યું હતું કે તમામ શાળાઓની તપાસ કરવામાં આવી હતી. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. તમામ ધમકીઓ એક જ મેલ આઈડી પરથી મળી છે. સાયબર એક્સપર્ટ, એટીએસ અને પોલીસની ટીમ તપાસમાં લાગેલી છે. NIA પાસેથી પણ સહકાર માંગવામાં આવ્યો છે. 13 મે: જયપુરની 56 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સોમવારે, 13 મેના રોજ જયપુરની 56 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ વહેલી સવારે શાળાના તમામ આચાર્યોને મેઈલ દ્વારા શાળાની ઈમારતમાં બોમ્બ હોવાની જાણ કરી હતી. આ પછી સમગ્ર શાળાને ખાલી કરાવવામાં આવી હતી. જયપુર પોલીસ કમિશ્નર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું કે સવારે 4 વાગ્યે શાળાના મેલ આઈડી પર મેલ આવ્યો હતો. મેલ લગભગ એક જ સમયે બધે ગયા. મેલ મોકલનાર કોણ છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. સાયબર ટીમો આના પર કામ કરી રહી છે. જે શાળાઓમાં મેલ મળ્યા હતા તે શાળાઓમાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈપણ શાળામાંથી વિસ્ફોટક સામગ્રી મળી આવી ન હતી. 15 મે: કાનપુરની 7 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 15 મેના રોજ કાનપુરની 7 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બુધવારે સવારે પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડની ટીમો તપાસ માટે શાળાઓમાં પહોંચી હતી. પોલીસ સૌથી પહેલા ગોમતી વિસ્તારમાં આવેલી શ્રી સનાતન ધર્મ એજ્યુકેશન સ્કૂલ પહોંચી હતી. પોલીસને જોઈને હોબાળો મચી ગયો હતો. બાળકો ગભરાઈ ગયા. ક્લાસ રૂમમાંથી બહાર આવી ગયા હતા. કેટલાક બાળકો રડવા લાગ્યા. મેનેજમેન્ટે તાત્કાલિક વાલીઓને જાણ કરી શાળામાં રજા જાહેર કરવામાં આવી હતી. 22 મે: ગૃહ અને નાણાં મંત્રાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી દિલ્હીમાં ગૃહ અને નાણાં મંત્રાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે નોર્થ બ્લોકમાં સ્થિત પોલીસ કંટ્રોલ રૂમને બોમ્બની ધમકીવાળો મેલ મળ્યો હતો. દિલ્હી ફાયર સર્વિસને 3 વાગ્યે આ અંગેની માહિતી મળી હતી. આ પછી બે ફાયરબ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ પણ સક્રિય થઈ ગઈ હતી. જો કે તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.