વીરપુર ગ્રામ પંચાયત દ્વારા યોગેશ્વર પાર્ક ની ચોકઅપ થયેલી ગટરની સફાઈ કરવામાં આવી.... - At This Time

વીરપુર ગ્રામ પંચાયત દ્વારા યોગેશ્વર પાર્ક ની ચોકઅપ થયેલી ગટરની સફાઈ કરવામાં આવી….


તલાટી કમ મંત્રી સતિષભાઇ સ્થળ પર બે કલાક તાપમાં ઉભા રહી કામગીરી કરાવી.

વીરપુર યોગેશ્વર પાર્ક સોસાયટીમાં આવેલ ગટર લાઈન ઘણા સમયથી ચોકઅપ થવા પામી હતી અને જેના કારણે ગટરના દુષિત પાણી ગટર પર થી જાહેર માર્ગ પર આવી જતું અને જેના કારણે જાહેર માર્ગ પર અવાર નવાર અકસ્માત નો ભય રહેલો હતો આ ગટરના પાણી જાહેર માર્ગ પર આવી જતા દુકાનદારો તેમજ સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જે બાબત ની જાણ વીરપુરના જાગૃત નાગરિક દ્વારા વીરપુર ગ્રામ પંચાયત ના તલાટી સતિષભાઈ ને કરતા તલાટી સતિષભાઈ તત્કાલીન સ્થળ પર આવી બે કલાક ધમધમતા તાપમાં મજૂરો સાથે અડીખમ ઉભા રહી ચોકઅપ થયેલી ગટર લાઈનની સફાઈ કરાવામાં આવી હતી. આમ તો વીરપુર ગ્રામ પંચાયત છેલ્લા કેટલાય સમયથી વહીવટદાર ના ભરોષે ચાલી રહી છે તેમ છતાં પોતાના હોદ્દાનો સદુપયોગ કરી તલાટી સતિષભાઈ દ્વારા અનેક કાર્યોને ને હકારાત્મક ઉકેલવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ચોકઅપ થયેલી ગટરની સફાઈ થતા સોસાયટીના રહીશો અને દુકાનદારો એ રાહતનો શ્વાશ લીધો હતો....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.