દિલ્હીમાં ભાજપના કાર્યકરો મીટની દુકાનો બંધ કરાવી રહ્યા છે:મહુઆ મોઇત્રાનો દાવો- દુકાનદારોને ધમકી આપી રહ્યા છે; ભાજપે કહ્યું- ફેક વીડિયો છે, એકતા ડહોંળવાનો પ્રયાસ
TMC સાંસદ મહુઆ મોઇત્રાએ મંગળવારે દાવો કર્યો હતો કે દક્ષિણ-પૂર્વ દિલ્હીના ચિત્તરંજન પાર્ક (સીઆર પાર્ક)માં માછલી અને મીટની દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે. તેમણે X પર એક વીડિયો શેર કર્યો અને આરોપ લગાવ્યો કે આ વિસ્તારના ભાજપના કાર્યકરો (ગુંડાઓ) મચ્છી માર્કેટના વેપારીઓને ધમકી આપી રહ્યા છે કારણ કે તેમની દુકાનો મંદિરની નજીક આવેલી છે. છેલ્લા 60 વર્ષમાં આવું ક્યારેય બન્યું નથી. તેના જવાબમાં બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે મોઇત્રાએ ફેક વીડિયો પોસ્ટ કર્યો છે. રાજકીય ષડયંત્રના કારણે, વિસ્તારમાં સમુદાયની એકતાને ડહોંળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ દરમિયાન, મોઇત્રાના દાવા પર, દિલ્હી પોલીસે કહ્યું કે તેમને કોઈ ફરિયાદ મળી નથી પરંતુ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મોઇત્રા દ્વારા શેર કરાયેલા વીડીયો વિશે 2 મોટી વાતો…. મોઇત્રાએ કહ્યું- 3 મહિના પૂર્ણ થવા પર ભાજપ સરકારની ભેટ મહુઆ મોઇત્રાએ બીજી પોસ્ટમાં કહ્યું - CR પાર્ક એ મંદિર છે જેના પર ભાજપના ગુંડાઓ પોતાનો દાવો કરી રહ્યા છે. તે માંસ અને માછલી વેચતા દુકાનદારો દ્વારા બનાવવામાં આવ્યું છે. તેઓ ત્યાં પૂજા કરે છે; ત્યાં મોટી-મોટી પૂજાઓ યોજાય છે. દિલ્હીમાં ભાજપ સરકારના ત્રણ મહિના પૂર્ણ થયા. વર્ષગાંઠની સરસ ભેટ મળી. તેમણે એક વોટ્સએપ મેસેજનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો. જેમાં એક વ્યક્તિએ તેમને લખ્યું છે- મેં મીટની દુકાનો બળજબરીથી બંધ કરાવવા વિશે તમારી પોસ્ટ જોઈ. હું સીઆર પાર્ક પાસે રહું છું. છેલ્લા 10 દિવસથી અહીંના બધા મીટ માર્કેટ અને માછલીની દુકાનો બંધ છે. પરિસ્થિતિ ભયાનક છે. ભાજપે કહ્યું- માછલીના વેપારીઓ મંદિરોની પવિત્રતા જાળવી રાખે છે દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું - ચિતરંજન પાર્કમાં માછલી બજારો કાયદેસર રીતે ફાળવવામાં આવ્યા છે અને માછલીના વેપારીઓ હંમેશા મંદિરોની પવિત્રતા જાળવી રાખે છે. દરેક વ્યક્તિએ મંદિરોની પવિત્રતાનો આદર કરવો જોઈએ. સીઆર પાર્કના માછલી વેપારીઓ હંમેશા મંદિરોનો આદર કરે છે. માછલી બજારો કાયદેસર રીતે ફાળવવામાં આવ્યા છે અને તે વિસ્તારની જરૂરિયાત છે. માછલીના વેપારીઓ આ વિસ્તારમાં સ્વચ્છતા જાળવી રાખે છે અને ચિત્તરંજન પાર્કની સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓમાં નિયમિતપણે ભાગ લે છે. મહુઆ મોઇત્રા દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલો વીડીયો કેટલાક રાજકીય હિત ધરાવતા લોકોએ સમુદાયની એકતાને ડહોંળવાના ઈરાદાથી બનાવ્યો હોય તેવું લાગે છે. તેમણે દિલ્હી પોલીસ પાસેથી કાર્યવાહીની માંગ કરી. AAP નેતાએ કહ્યું- DDAએ દુકાનો ફાળવી ગ્રેટર કૈલાશ મતવિસ્તારમાંથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા AAP નેતા સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે માછલીની દુકાનો DDA દ્વારા ફાળવવામાં આવી હતી. આ કોઈ ગેરકાયદેસર કબજો નથી. જો ભાજપને સીઆર પાર્કમાં બંગાળીઓ દ્વારા માછલી ખાવાથી સમસ્યા હતી, તો તેમણે તેમના મેનિફેસ્ટોમાં તેનો ઉલ્લેખ કરવો જોઈતો હતો. સીઆર પાર્કના બંગાળીઓ દિલ્હીના સૌથી શિક્ષિત સમુદાયોમાંનો એક છે. તેમની લાગણીઓ અને ખાવાની આદતોનો આદર કરવો જોઈએ. હું શાકાહારી છું અને મને તેની ખાવાની આદતો સાથે ક્યારેય કોઈ સમસ્યા થઈ નથી. શાંતિપૂર્ણ વિસ્તારમાં ભાજપ શા માટે સમસ્યાઓ ઉભી કરી રહ્યું છે?
આ પ્રકારના તમામ સમાચાર માટેે
