ગત રોજ તલોદ તાલુકા અને શહેર ભાજપ દ્વારા સાબરકાંઠા જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ નો સન્માન સમારોહ યોજાયો
ગત રોજ તલોદ તાલુકા અને શહેર ભાજપ દ્વારા સાબરકાંઠા જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ નો સન્માન સમારોહ યોજાયો,જેમાં ઉપસ્થિત રહી સફળ કાર્યકાળની શુભેચ્છાઓ પાઠવી.
મને પૂર્ણ વિશ્વાસ છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં અને આપના કુશળ નેતૃત્વમાં “સેવા હી સંગઠન” ના મંત્રને સાર્થક કરી સાબરકાંઠા જિલ્લા ભાજપ સંગઠન વધુ મજબૂત અને કાર્યદક્ષ બનશે.
આ સન્માન સમારોહમાં હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિ.ડી.ઝાલા જી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન, તાલુકા અને શહેર સંગઠનના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, જિલ્લાના હોદ્દેદારશ્રીઓ,પૂર્વ ધારાસભ્યશ્રીઓ, તાલુકા અને શહેરના પ્રભારીશ્રી,સરપંચશ્રીઓ,બુથ પ્રમુખશ્રીઓ અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
