દહેગામ આત્મહત્યા પ્રકરણમાં જગદીશ ઠાકોર મૃતકના ઘરે પહોંચ્યા. ભાજપ સરકાર પર કરયા આકરા પ્રહાર
દહેગામમાં આત્મહત્યા પ્રકરણમાં આજે દહેગામ ખાતે મૃતક ગોપાલભાઈ સોનીના ઘરે જગદીશ ઠાકોર દ્વારા સાંત્વના પાઠવા પહોંચ્યા હતા જ્યાં તેમને ભાજપ સરકાર પર તેમજ પોલીસ તંત્ર પર આક્રોશ વ્યક્ત કરયો હતો જેમાં ભાજપના મોટા ગજના નેતાના ત્રાસથી દહેગામમાં લાકડાના વેપારી ગોપાલભાઈ સોનીના આત્મહત્યા પ્રકરણમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર એ આજરોજ પરિવારની મુલાકાત કરી અને તેમની રજૂઆત સાંભળીને PI સાથે વાત કરી હતી અને પરિવારને દિલાસો આપતા જણાવ્યું કે અન્ય પરિવારોને પણ ધાકધમકી થી ઘર ખાલી કરાવ્યા છે ત્યારે સમગ્ર મામલે જ્યાં ભાજપ આગેવાનોની દાદાગીરી થશે ત્યાં કૉંગ્રેસ પક્ષ દીવાલ બનીને ઊભી રહેશે અને આ બાબતે તાલુકા થી લઇને સાંસદ સુધી રજૂઆત કરવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આત્મહત્યા કરનાર ગોપાલ સોની છેલ્લા 50 વર્ષથી ટ્રસ્ટની જમીન પર 'કામધેનુ સો મિલ' નામે લાકડાનું કારખાનું ચલાવતા હતા. વર્ષ 2022માં ટ્રસ્ટની કમિટીના ચેરમેન તરીકે સુમેરુ અમીનની નિમણૂક થયા બાદ તેમણે અને તેમના પુત્રો કૌશલ અને હર્ષિલે જગ્યા ખાલી કરાવવા માટે સતત દબાણ કરવાનું શરૂ કર્યું હતું.
આરોપીઓએ વેપારીને હેરાન કરવા માટે તેમના કારખાનાનું વીજ કનેક્શન, GST લાયસન્સ, ફોરેસ્ટ લાયસન્સ રદ કરાવવા અને પાણીનું કનેક્શન કાપવા સુધીના પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. સતત મળતી ધમકીઓથી તણાવમાં આવેલા ગોપાલ સોનીએ સોમવારે ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
