ચોરી કે છળકપટથી મેળવેલ ફોર વ્હીલ ગાડી નંગ ચાર સાથે એક ઈસમને ઝડપી પાડતી સુરેન્દ્રનગર એલસીબી. - At This Time

ચોરી કે છળકપટથી મેળવેલ ફોર વ્હીલ ગાડી નંગ ચાર સાથે એક ઈસમને ઝડપી પાડતી સુરેન્દ્રનગર એલસીબી.


તા.09/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ફોર વ્હીલ ગાડી નંગ 4 કિ.રૂ.11,50,000 ના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો.

સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ વી વી ત્રિવેદી સાહેબના માર્ગદર્શક હેઠળ પીએસઆઇ વીઆર જાડેજા સાહેબ તથા એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં સધન પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર વોચ રાખવા સુચના આપેલ જે અનુસંધાને એલસીબી ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે એલસીબી ટીમના પીઆઇ વી વી ત્રિવેદી, પીએસઆઇ વી આર જાડેજા, એએસઆઈ એન ડી ચુડાસમા, નિકુલસિંહ ભૂપતસિંહ એ રીતની ટીમ દ્વારા આરોપી ઋષભભાઈ કિરીટભાઈ શાહ જાતે જૈન વાણીયા ઉ.29 કામ ડ્રાઇવિંગ સુરેન્દ્રનગર નવા જકશન રોડ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પાસે મણિયાર નગર વાળાને સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ ઉપરથી પકડી પાડી મજકુર ઈસમના કબજા માંથી ચોરી કે છળકપટથી મેળવેલ, ઈકો ગાડી નં.જીજે 13 આર.આર.0983 કિ.રૂ.3,00,000, એસપ્રેસો ગાડી નં.જીજે 06 પીબી 3535 કિ.રૂ.2,50,000, ઈકો ગાડી નં.જીજે 07 બીઆર 7412 કિ.રૂ.3,00,000, ઈકો ગાડી નં.જીજે 02 ડીઈ 5947 કિ.રૂ.3,00,000, એમ કુલ મળીને કિં.રૂ.11,50,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકુર આરોપીની પૂછપરછ કરતા ગાડીઓ પાંચેક મહિના પહેલા થાનગઢ ચોકડી પાસેથી ઈકો ગાડીની ચોરી તેમજ, આજથી દશેક એક મહિના પહેલા નડિયાદ આરટીઓ પાસેથી ખુશાલભાઈ પરમાર આણંદવાળાની એક્સપ્રેસ ગાડીની ચોરી તેમજ, આજથી પાંચેક મહિના પહેલા રાધનપુર દેરાસર પાસેથી ઈકો ગાડીની ચોરી તેમજ, આજથી બે મહિના પહેલા પાટડી કોર્ટ પાસેથી ઈકો ગાડીની ચોરી કરેલ તેમજ ઈકો ગાડીઓ પોતે ફેરવતો હતો તેમજ ક્યારેક મારે પૈસાની જરૂરત હોય ત્યારે આ ગાડીઓ ગીરવે મૂકતો હતો જ્યારે પૈસાની સગવડ થાય ત્યારે આ ગાડીઓ છોડાવી લેતો હતો તેમ જણાવી ગુનો કરેલ હોવાની કબુલાત આપતા મુદ્દામાં સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરી મજકૂર ઈસમને સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

*કબ્જે કરેલ મુદ્દામાલ*
*(૧) ઈકો ગાડી નં જીજે ૧૩ આરઆર ૦૯૮૩ કિ.રૂ.૩,૦૦,૦૦૦*
*(૨) એસપ્રેસો ગાડી નં જીજે ૦૬ પીબી ૩૪૩૫ કિ.રૂ.૨,૫૦,૦૦૦*
*(૩) ઈકો ગાડી નં જીજે ૦૭ બીઆર ૭૪૧૩ કિ.રૂ.૩,૦૦,૦૦૦*
*(૪) ઈકો ગાડી નં જીજે ૦૨ ડીઇ ૫૯૪૭ કિ.રૂ.૩,૦૦,૦૦૦ નો મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો.*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.