ધોળકા ભાજપના ભવ્ય વિજય બાદ વિજય સરઘસ અને અભિવાદન સભા - At This Time

ધોળકા ભાજપના ભવ્ય વિજય બાદ વિજય સરઘસ અને અભિવાદન સભા


58 ધોળકા વિધાનસભા ના નવા વરાયેલા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી‌ જેઓ પ્રચંડ બહુમતીથી વિજેતા થઈ ધોળકા પધારેલ જેમનું બદરખા થી રેલી સ્વરૂપે ભવ્ય સ્વાગત કરી. ધોળકા કલીકુંડ થઈ સરસ્વતી વિદ્યાલય મુકામે સભામાં ફેરવાઈ આ પ્રસંગને અનુરૂપ ભાજપના વરિષ્ઠ આગેવાન.નેતા. અને છેલ્લા 45 વર્ષથી અવિરત ધોળકાનું પ્રતિનિધિત્વ કરતા સર્વ સમાજના સ્વીકૃત. સામાજિક સમરસાના પ્રણેતા એવા ભુપેન્દ્રસિંહ ચુડાસમા સમગ્ર ગુજરાતમાં કોઈપણ આગેવાને ન કર્યું હોય તેવું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આજરોજ એમ.એલ.એ ધોળકા ની નેમ પ્લેટ તેમને આપી અને હવે તમે ધારાસભ્ય તરીકે સમગ્ર ધોળકા વિસ્તારની જેમ મેં સેવા કરી છે તેમ તમે સેવા કરી લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવજો અને હવે મને જવાબદારીમાંથી મુક્ત કરી વિદાય આપશો સમગ્ર શહેરના આગેવાનો તેમજ પ્રજાએ ખૂબ ઉમણકાભેર તેમને તાલીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિયતા હાંસીલ કરી છે સમગ્ર ધોળકા વિધાનસભા હંમેશા તેમની રુણી રહેશે

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon