બોટાદના કારિયાણી ગામે અઢીસો વર્ષ જૂની પરંપરા જાળવી રાખતા ગ્રામજનો બેસતા વર્ષના દિવસે ગામમાં ગાયોને ઘણ દોડાવી શુકન લેવામાં આવે છે - At This Time

બોટાદના કારિયાણી ગામે અઢીસો વર્ષ જૂની પરંપરા જાળવી રાખતા ગ્રામજનો બેસતા વર્ષના દિવસે ગામમાં ગાયોને ઘણ દોડાવી શુકન લેવામાં આવે છે


કારિયાણી ગ્રામજનો એકત્રિત થઈને ઢોલ નગારા અને આતશબાજી કરી ગાયોનું ધણ દોડાવી માલધારીઓનું કરાયું સન્માન

બોટાદના કારિયાણી ગામે 250 વર્ષ જૂની પરંપરા મુજબ બેસતા વર્ષના દિવસે ગામના તમામ લોકો એકત્રિત થઈને ઢોલ નગારા અને આતશબાજી કરી ગામમાં ગાયો દોડાવી શુકન લેવામાં આવે તેમાં ઘોડાની પણ હરીફાઈ યોજાઈ કારિયાણી ગામે 250 વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનને શરૂ કરેલી પરંપરા કારિયાણી ગામે જાળવી રાખી ગાયોને દોડવાથી જેની રજ ઉડે જેથી ગામના કરો અને લોકો પવિત્ર થાય છે અને ગામમાં સુખ શાંતિ રહે છે તેવી માન્યતા છે બોટાદ જિલ્લાના કારિયાણી ગામે અઢીસો વર્ષ પહેલાં ભગવાન શ્રી સ્વામિનારાયણ રહેતા હતા તે સમયે તેઓ બેસતા વર્ષના દિવસે ગામમાં ગાયોના ઘણ દોડાવતા તે અઢીસો વરસ જૂની પરંપરા કારિયાણી ગામે જાળવી રાખી છે નવા વર્ષના દિવસે કાર્યાણી ગામે બપોરના સમયે આખું ગામ એકત્રિત થઈને ઢોલ નગારા સાથે ગામના તમામ માલધારીઓની ગાયોને ગામના ચોરા પાસે એકત્રિત કરવામાં આવે છે તમે ઢોલ નગારા અને આતશબાજી કરી આખા ગામમાં ગાયોને દોડાવવામાં આવેલ જ્યારે મોટી સંખ્યામાં ગામ લોકો એકત્રિત થયા હતા અને ત્યારબાદ અશ્વ હરીફાઈ રાખવામાં આવી હતી ભગવાન શ્રી સ્વામિનારાયણ અઢીસો વર્ષ પહેલાં કારિયાણી ગામે રહેતા તે સમયે નવા વર્ષના દિવસે આખા ગામમાં ગાયો દોડાવવામા આવતી હતી કે પરંપરા કારિયાણી ગામના લોકોએ જાળવી રાખી છે હિન્દુ ધર્મ માં ગામમાં 33 કરોડ દેવતાનો વાસ છે અને જેથી ગાયોને માતાનો દરજ્જો આપ્યો છે ત્યારે ગાયું નું ઘણ છે તે ગામમાં દોડે જેથી તેની જે રજ ઉડે તે ગામમાં મકાનો ઉપર અને લોકો ઉપર પડવાની તેને ગામ લોકો શુકન માને છે રજ ઉડવાથી ગામમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે અને સમગ્ર ગામ નીરોગી રહે છે તેવી માન્યતા રહેલી છે જેથી કારિયાણી ગામે નવા વર્ષના દિવસે ગામમાં ગાયોના ધણ દોડાવવામાં આવેશે તેમ ગામ લોકોએ જણાવ્યું હતું.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.