ધંધુકા વેપારી મહામંડળ દ્વારા આતંકવાદી હુમલામાં નિર્દોષ જીવોના અવસાન પર શોક વ્યક્ત કરાશે તા : ૨૯ એપ્રિલે ધંધો બંધ રાખવાની અપીલ
ધંધુકા વેપારી મહામંડળ દ્વારા આતંકવાદી હુમલામાં નિર્દોષ જીવોના અવસાન પર શોક વ્યક્ત કરાશે તા : ૨૯ એપ્રિલે ધંધો બંધ રાખવાની અપીલ
આ અંતર્ગત તા.૨૯/૦૪/૨૦૨૫ના મંગળવારના રોજ ધંધુકાના તમામ વેપારીઓ ધંધો સંપૂર્ણપણે બંધ રાખશે
અમદાવાદ જીલ્લા ના ધંધુકા વેપારી મહામંડળ તરફથી પેહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ જીવોના દુખદ અવસાન પર ગહેરી શોક ભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ માનવતા વિરુદ્ધના દુઃખદ ઘટનાના પગલે મહામંડળ દ્વારા તમામ વેપારીઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પોતાના ધંધા અને રોજગાર સંપૂર્ણ બંધ રાખવા હાર્દિક અપીલ કરવામાં આવી છે.
આ અંતર્ગત તા.૨૯/૦૪/૨૦૨૫ના મંગળવારના રોજ ધંધુકાના તમામ વેપારીઓ ધંધો સંપૂર્ણપણે બંધ રાખશે અને નિર્દોષ મૃત્યુ પામેલા લોકો માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. ધંધુકા વેપારી મહામંડળે તમામ વેપારી મિત્રો અને નાગરિકોને આ કાર્યમાં સહભાગી થવાની વિનંતી કરી છે.
ધંધુકા વેપારી મહામંડળ
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
