ગણેશોત્સવ : ગેલ ઈન્ડિયા કંપની માં ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી - At This Time

ગણેશોત્સવ : ગેલ ઈન્ડિયા કંપની માં ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી


ભાદરપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. 19 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે. આ દિવસે લોકો પોતા ની ઓફિસ, કારખાનામાં તેમજ ઘરમાં, શાળા, કોલેજોમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે. ભક્તો દર વર્ષે આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે અને ગણપતિ બાપ્પાને ઉમંગ સાથે તેમના ઘરે લાવે છે. આ સાથે, ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે, પરંતુ ગણપતિ બાપ્પાને કેટલા દિવસ ઘરમાં રાખવો જોઈએ, તે બધું ભક્ત પર નિર્ભર કરે છે.
જયારે કે લોકો સામાન્ય રીતે દોઢ દિવસ, 3 દિવસ, 5 દિવસ, 9 દિવસ અને 11 દિવસ માટે ઘરે ગણપતિ બાપ્પા લાવે છે. એવું માનવામાં આવે છે કે જો ગણપતિ બાપ્પા આવે છે, તો ભગવાન જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે અને ઘરમાં સુખની સાથે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ગણેશોત્સવ દરમિયાન, ભક્તો ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે વિવિધ કાર્યો કરે છે.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.