મહુવા સાદાત કોલોની ઘર આગળ રમતી દીકરીને લઈ થયો વિવાદ, પરિવાર ઉપર હુમલો: પાંચ સામે ફરિયાદ - At This Time

મહુવા સાદાત કોલોની ઘર આગળ રમતી દીકરીને લઈ થયો વિવાદ, પરિવાર ઉપર હુમલો: પાંચ સામે ફરિયાદ


(રીપોર્ટ ભુપત ડોડીયા
, તા. ૧૪ એપ્રિલ: ગઈકાલે રાત્રે અંદાજીત અગિયાર વાગ્યાના આસપાસ શહેરના એક વિસ્તારમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં રહેતા એક પરિવાર પર તેમના જ પાડોશીઓએ હુમલો કર્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ફરિયાદી અનુસાર, તેમની દીકરી નુર (ઉ.વ. ૬) ઘરની બહાર રસ્તા પર રમતી હતી ત્યારે પાડોશમાં રહેતી કનીઝ સકીના ઉર્ફે સકુમા, બદરૂનિશા તથા નિલમજેહરાએ તેને ધક્કો મારી ઘર આગળ રમવા માટે વાંધો ઉઠાવ્યો હતો પછી જ્યારે નુરએ આ વાત તેના માતાપિતાને જણાવી, ત્યારે તેઓ શાંતિપૂર્વક વાત કરવા ગયા હતા. પરંતુ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને તેમણે ગાળો ગાળવી શરૂ કરી હતી. આ દરમિયાન કનીઝ સકીનાએ ફરિયાદીને લાફા મારી દીધા હતા. જ્યારે ફરિયાદીની પત્ની વચ્ચે પડતા, અન્ય આરોપી મહિલાઓએ તેને પણ માર મારી હતી ઘટનામાં વધુ ઉગ્રતા ત્યારે આવી જ્યારે ફાતીમા ઉર્ફે આપા પાયો બહાર આવી ગાળો બોલતી હતી અને અચાનક ગટરની ટાંકી સાથે અથડાઈ પડી હતી. બાદમાં તેના પતિ અલીનકી આસીફહુસેન સૈયદ લોખંડના પાઈપ સાથે આવીને ફરિયાદીને ઘા મારી દીધો હતો. આ સાથે તેના સગા સૈયદઅલી ફતેહનકીએ લાકડાનો ધોકો લઈને હુમલો કર્યો હતો આ હુમલા બાદ આરોપીઓ ફરિયાદીના ઘરની બારી અને મુખ્ય દરવાજા તોડી નાખ્યા હતા અને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન તેમના મોટરસાયકલને પણ તોડી નાખવામાં આવી હતી. ફરિયાદીને ઘાતક ઇજાઓ થતાં, ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા ફરિયાદી તરફથી હવે સરકારી દવાખાનેથી સારવાર લઈને પોલીસે અધિકૃત ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ શરૂ કરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image