જસદણના ગોખલાણા પાસે યુવાને ઝેરી દવા પીધા બાદ મોત
ગોખલાણા ગામે રહેતો સંજય ગોબરભાઇ ખેતરીયા (ઉ.વ.૨૨) પોતાના ઘરેથી કામે જવાનું કહીને નિકળ્યા બાદ ગામ નજીક રોડ પર તેણે ઝેરી દવા પી લીધી હતી. બાદ તેણે તેના કૌટુંબીક ભાઇને પોતે દવા પીધી હોવાની જાણ કરતા કૌટુંબીક ભાઇ દોડી આવ્યો હતો અને તેને સારવાર માટે જસદણ બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મળતક સંજય ત્રણ ભાઇ અને બે બહેનમાં ચોથા નંબરનો હતો. તે પ્લમ્બીંગ કામ કરતો હતો. યુવાનના આપઘાત પાછળ પ્રેમકરણ કારણભુત હોવાની તેના પિતાએ શકયતા વ્યકત કરી છે. આ અંગે જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે ગોખલાણા ગામમાં અરેરાટી ફેલાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.