અલગ-અલગ જીલ્લાઓમા મોટર સાયકલ ચોરીનાગુન્હાઓમા સંડોવાયેલ આરોપીને સંયુક્ત રીતે પકડી પાડતી રાજુલા પોલીસ - At This Time

અલગ-અલગ જીલ્લાઓમા મોટર સાયકલ ચોરીનાગુન્હાઓમા સંડોવાયેલ આરોપીને સંયુક્ત રીતે પકડી પાડતી રાજુલા પોલીસ


અલગ-અલગ જીલ્લાઓમા મોટર સાયકલ ચોરીનાગુન્હાઓમા સંડોવાયેલ આરોપીને સંયુક્ત રીતે પકડી પાડતી રાજુલા પોલીસ સ્ટેશન તથા બાબરા પોલીસ સ્ટેશન ટીમ
મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધીજીલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે મ્હે. અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા તથા મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણ શોધાયેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડને ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય કે રાજકોટ તથા ભાવનગર તથા અલગ-અલગ જીલ્લાઓમાં મોટર સાયકલની ચોરીઓ કરતો આરોપી હાલ બાબરા મુકામે આવેલ સરદાર સર્કલ પાસે ઉભેલ હોય જે બાતમી આધારે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.કે. વાધેલા સાહેબના સંકલનમા રહિ બાબરા પોલીસ ટીમની મદદ મેળવી આરોપીને બાબરા સરદાર સર્કલ પાસેથી જડપી લઇ આગળની ધોરણસરની કાર્યવાહી થવા બાબરા પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.
( પકડાયેલ આરોપીની વિગત -
(૧)રામકુ કાજાભાઇ ઉર્ફે જહમતભાઇ વાઘેલા ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે.મુળ.સનાળા તા.વડીયા જી.અમરેલી

(આરોપી પકડવાનો બાકી ગુન્હાની વિગત:-
(૧)મજકૂર ઇસમને પુછતા જણાવતા હોય કે,ગઇ તા-૧૭/૧૨/૨૦૨૪ ના રોજ હું જીતેષભાઇ ઉર્ફે હિતેષભાઇ કાંતીભાઇ વાઘેલાતથા રણજીતભાઇ કાંતીભાઇ વાઘેલા રહે.મુળ.સનાળી તા.વડીયા તથા અક્ષયભાઇ ઉર્ફે ભાણો કાજાભાઇ ઉર્ફે જસમતભાઇ વાઘેલા રે.સનાળી તા.વડીયા જી.અમરેલી વાળાઓએ સાથે મળી સાંજના સાડા સાતેક વાગ્યે દિહોર તા-તળાજા ગામેથીહીરો કંપનીનુ HF DELUXE લાલ પટ્ટા વાળુ જેના RTO રજી.નંબર-GJ-04-DD-4085 નુ છે. તથા ચેચીસ નં.MBLHAR051H5K05003 તથા એન્જીન નં.HA11EPH5K00159 મોટર સાઇકલ ચોરી કરેલની કબુલાત આપેલ હોય જે બાબતે ખરાઇ કરતા તળાજા પોલીસ સ્ટેશનમાં FIR નં.૧૧૧૯૮૦૫૩૨૪૦૭૭૪/૨૦૨૪, B.N.S.કલમ.૩૦૩(૨) મુજબનો ગુન્હો નોધાયેલ છે.
(૨)મજકુર ઇસમને પુછતા જણાવતો હોય કે આજથી એકાદ મહીના દિવસ પહેલાપોતે તથા જીતેષભાઇ ઉર્ફે હિતેષભાઇ કાંતીભાઇ વાઘેલારે.સનાળી તા.વડીયા જી.અમરેલી વાળાઓએ મહુવા બાજુના મોદાળીયા ગામની સીમમાંથી એક સીલ્વર પટ્ટા વાળુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા.જેના RTO રજી.નંબર-GJ-04-DE-5509 નુમો.સા.ચોરી કરેલ હોવાનુ જણાવેલ જે ચોરીનુ મો.સા. આ રામકુભાઇ વાઘેલા લઇ ગયેલ હોવાની કબુલાત આપેલ હોય જે બાબતે ખુટવડા પો.સ્ટે.માં ખરાઇ કરતા ખુટવડા પો.સ્ટે.એ.પાર્ટ.ગુ.ર.નં-૧૧૧૯૮૦૩૦૨૪૦૩૩૮/૨૦૨૪ B.N.S.કલમ.૩૦૩(૨) મુજબનો ગુન્હો નોધાયેલ છે.
(૩) મજકૂર ઇસમને પુછતા જણાવતા હોય કે,ગઇ તા-૧૭/૧૨/૨૦૨૪ ના રોજઅમોજીતેષભાઇ ઉર્ફે હિતેષભાઇ કાંતીભાઇ વાઘેલાતથા રણજીતભાઇ કાંતીભાઇ વાઘેલા રહે.મુળ.સનાળી તા.વડીયા તથા અક્ષયભાઇ ઉર્ફે ભાણો કાજાભાઇ ઉર્ફે જસમતભાઇ વાઘેલા રે.સનાળી તા.વડીયા જી.અમરેલી વાળાઓએ સાથે મળી સાંજના પાંચેક વાગ્યે ટાણા તા.શીહોર ગામેથીહીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર લાલ તથા વાદળી પટ્ટા વાળુ જેના RTO રજી.નંબર-GJ-04-BD-3768 તથા ચેચીસ નં.MBLHA10EYB9C07081 તથા એન્જીન નં.HA10EFB9C16390 મોટર સાઇકલ ચોરી કરેલની કબુલાત આપેલ છે.
(૪)મજકૂરની પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે પોતે તથા જીતેષભાઇ ઉર્ફે હિતેષભાઇ કાંતીભાઇ વાઘેલા રે.સનાળી તા.વડીયા જી.અમરેલી વાળાઓએ આજથી આશરે પચીસેક દિવસ પહેલા ગડુ રેલવે સ્ટેશનથી એક કાળા કલરનુ હિરો કંપનીનુ મો.સા.ચોરી કરેલ હોવાનુ જણાવેલ જે ચોરીનુ મો.સા. આ રામકુભાઇ વાઘેલા લઇ ગયેલ હોવાની કબુલાત આપેલ.
(૫) મજકુરની પુછપરછ કરતા જણાવેલ છે કે આજથી એકાદ મહીના પહેલા હું તથા વિજય ઉર્ફે વિપુલ ઉર્ફે ડીગ્રી કાનજીભાઇ વાધેલા રહે.શિવરાજપુર વાળાએ એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. જેના રજી નં.GJ.03.CG8237નુ ગોંડલ બાજુથી રાત્રીના સમયે ચોરી કરેલાની જણાવેલ છે.

(આરોપીનોગુન્હાહિત ઇતિહાસ:-
(૧) ભવનાથ પો.સ્ટે. એ. પાર્ટ ગુ.ર.ન-૧૧૨૦૩૦૦૩૨૩૦૦૪૧/૨૦૨૩ IPC.કલમ.૩૭૯ મુજબ
(૨) લીલીયા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન-૧૧૧૯૩૦૩૫૨૨૦૩૬૫/૨૦૨૨ IPC.કલમ.૩૭૯,૩૮૦,૪૫૭ મુજબ
(૩) દાઠા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન-૧૧૧૯૮૦૧૪૨૩૦૦૯૪/૨૦૨૩ IPC કલમ.૩૭૯ મુજબ
(૪)આટકોટ,પો.સ્ટે.એ.પાર્ટ.ગુ.ર.નં-૧૧૨૧૩૦૯૨૨૩૦૧૪૯/૨૦૨૩ IPC.કલમ.૩૦૪(અ),૩૩૮ મુજબ
(૫) સાવર કુંડલા રૂરલ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન-૧૧૧૯૩૦૫૩૨૩૦૧૪૨/૨૦૨૩ IPC.કલમ.૩૭૯,૧૧૪ મુજબ
(૬) સાવર કુંડલા રૂરલ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન-૧૧૧૯૩૦૫૩૨૩૦૧૪૭/૨૦૨૩ IPC.કલમ.૩૭૯ ,૧૧૪ મુજબ
(૭) સાવર કુંડલા રૂરલ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન-૧૧૧૯૩૦૫૩૨૩૦૧૪૯/૨૦૨૩ IPC.કલમ.૩૭૯ ,૧૧૪ મુજબ
(૮) સાવર કુંડલા રૂરલ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન-૧૧૧૯૩૦૫૩૨૩૦૦૮૨/૨૦૨૩ IPC.કલમ.૩૭૯ , ૪૪૭ મુજબ
(૯) મોરબી સીટી એ ડિવિઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.ન-૧૧૧૮૯૦૦૩૨૩૦૭૬૧/૨૦૨૩IPC કલમ.૩૭૯ મુજબ

(કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-
રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.કે. વાધેલા સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા સર્વેલન્સ સ્કોડ તથા બાબરા સર્વેલન્સ સ્કોડ દ્રારા કરવામાં આવેલ છે.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image