પાટિયાઝોળ ગામે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં ઝરીબુઝર્ગ ગામના મૃત્યુ પામેલા ૬ લોકોના એક જ ચિતા ઉપર અગ્નિસંસ્કાર,ગામ આખું હીબકે ચડ્યું. - At This Time

પાટિયાઝોળ ગામે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં ઝરીબુઝર્ગ ગામના મૃત્યુ પામેલા ૬ લોકોના એક જ ચિતા ઉપર અગ્નિસંસ્કાર,ગામ આખું હીબકે ચડ્યું.


ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામના ગરગાડી ફળિયામાં રહેતા કટારા પરિવારના ૬ સભ્યો રોજગારી માટે રાજકોટ ગયા હતા અને બુધવારના રોજ કોર્ટમાં મુદત હોય જેથી તેઓ ગતરોજ મંગળવારે સવારમાં રાજકોટથી માદરે વતન પરત આવ્યા હતા અને વહેલી સવારે બસમાંથી ગરબાડા ઉતરી ગરબાડાથી રિક્ષામાં બેસીને પોતાના ઘરે જતા હતા તે દરમિયાન સવારના ૭ વાગ્યા ના અરસામાં પાટિયાઝોળ ગામ પાસે સામેથી મધ્ય પ્રદેશના તરફથી આવતી ટ્રકે રિક્ષાને અડફેટે લેતાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષામાં સવાર સાત લોકો પૈકી એક જ પરિવારના ૬ લોકોને શરીર ના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતાં જ્યારે રિક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતમાં ઝરી બુઝર્ગ ગામના એક જ પરિવારના ૬ સભ્યો જેમાં (૧)નરેશભાઈ કેશુભાઈ કટારા ઉ.વર્ષ.૩૫, (૨) પવનભાઈ કેશુભાઈ કટારા(ઉ.વર્ષ.૩૨),(૩)રાઘવભાઈ પવનભાઇ કટારા(ઉ.વર્ષ ૯), (૪) મુકેશભાઈ મૂડીયાભાઈ કટારા(ઉ.વર્ષ ૩૮), (૫) કેવનભાઈ ઈશ્વરભાઈ કટારા(ઉ.વર્ષ ૨૨) (૬(રેખાબેન નરેશભાઈ કટારા (ઉ.વર્ષ ૩૨) ના કમકમાટી ભર્યા મોત નિપજતા ગામમાં માતમ છવાઈ જવા પામ્યો હતો આ અકસ્માતની ઘટના ગરબાડા પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી અને પોસ્ટમોર્ટમ બાદ મૃતકોની લાશ તેમના પરિવારજનોને સોંપાઇ હતી અને આજે આ તમામ મૃતકોના એક જ ચિતા ઉપર અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા અગ્નિસંસ્કાર દરમિયાન આખું ગામ હિબકે ચડ્યું હતું અને આજુબાજુના ગામડાઓ સહિત મોટી સંખ્યામાં લોકો અંતિમ સંસ્કારમાં જોડાયા હતા ઝરી બુઝર્ગ ગામમાં થયેલા આ દર્દનાક અકસ્માતથી દરેકની આંખો ભીની થઈ ગઈ છે અગ્નિસંસ્કાર દરમિયાન ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર તેમજ સ્થાનિક આગેવાનો સરપંચો અને અન્ય લોકો પણ આ અગ્નિસંસ્કારમાં ઉપસ્થિત રહ્યા હતા.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.