ઊંઝા તાલુકાના ભુણાવ અને જગન્નાથપુરા તથા મહેરવાડા ખાતે ગ્રામ્ય વિસ્તારમાં " હેલો ડોક્ટર બેન " પોગ્રામ અંતર્ગત લોકોમાં પોષણ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો,સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. - At This Time

ઊંઝા તાલુકાના ભુણાવ અને જગન્નાથપુરા તથા મહેરવાડા ખાતે ગ્રામ્ય વિસ્તારમાં ” હેલો ડોક્ટર બેન ” પોગ્રામ અંતર્ગત લોકોમાં પોષણ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો,સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.


મહેસાણા જિલ્લામાં તથા ઊંઝા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રુપ દ્વારા ચાલતા"હેલ્લો ડોક્ટર બેન" પ્રોગ્રામ અંતર્ગત લોકોમાં પોષણ વિશે જાગૃતિ લાવવા તારીખ 20/06/2024ના રોજ જગનાથપુરા તેમજ ભુણાવ મુકામે કાર્યક્રમમાં ભુણાવ સીટ ડેલિગેટ અને આંગણવાડીના કાર્યકર બહેનો તેમજ ગામના આગેવાનો દ્વારા સારો એવો સાથ સહકાર આપી પ્રોગ્રામને વધુ સારો બનાવવા તેમજ ગ્રામજનોને પોષણ અંગે માહિતીગાર કર્યા હતા.
હેલ્લો ડોક્ટર બેન પ્રોગ્રામના બ્લોક કોર્ડીનેટર નીલમ જોશી અને એફ ડી તરીકે દીક્ષા મહેતા તથા ગાયત્રી મકવાણાએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.વધુમાં ડ્રામા ટીમ તરીકે આંગણવાડી કેન્દ્ર-4 હિરલબેન તેમજ કેન્દ્ર નંબર 3 માંથી મેહુલાબેન હાજર રહ્યા હતા.અને કાર્યક્રમ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી.જેમાં ભુણાવ પ્રાથમિક શાળાના બાળકોને પણ આરોગ્ય વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
દુકાનોમાં મળતા અલગ અલગ પ્રોડક્ટ જેવા કે વેફર્સ, ચેવડો,મિક્સ ચવાણું અન્ય ચીજ વસ્તુઓ જે પડીકામાં વહેંચાય છે એના લીધે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આવી ચીજવસ્તુઓ ખાવાથી બાળકો બીમારીનો ભોગ બને છે જેવી વિસ્તૃત માહિતી આપી હતી.
તેમજ નુક્કડ નાટક ટીમ દ્વારા 0 થી 6 વર્ષના બાળકોના વિવિધ આરોગ્ય પોષણ અને સ્વચ્છતાના મુદ્દે સમજ ઉભી કરવા નાટક રજુ કરવામો આવ્યું હતું. આ સાથે બાળ ઉછેરના વિવિધ મુદ્દાને ઉજાગર કરવા રમત સાથે સંદેશ આપવામાં આવેલ તેમજ નાટકમાં ભાગ લેનાર અને વિજેતા બનેલને ઈનામ વિતરણ કરવામા આવ્યું હતું.
હેલો ડોક્ટર બેન પોગ્રામમાં બાળકના પાલન પોષણની માહિતી એક મોબાઈલ એપ દ્વવારા નંબર જાહેર કરાયો છે.જેમાં 09227692276 પર મિસકોલ દ્વવારા બાળકોને પોષણ અને સ્વાસ્થ્ય વિશેની મફત માહિતી પુરી પાડવામાં આવે છે.


9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.