ઇડર ખાતે પ્રાંતકક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો - At This Time

ઇડર ખાતે પ્રાંતકક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો


*ઇડર ખાતે પ્રાંતકક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો*
******************

*રૂ.૬.૧૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૩૭ વિકાસ કાર્યોનું લોકાર્પણ જ્યારે રૂ.૪.૯ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૨૨૯ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયુ*
******************

સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે સ્વામી વિવેકાનંદ ટાઉનહોલમાં ઇડર ધારાસભ્યશ્રી હિતુભાઇ કનોડીયાની અધ્યક્ષતામાં અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલની ઉપસ્થિતિમાં પ્રાંતકક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો હતો.

ઇડર ટાઉન હોલ ખાતે યોજાયેલા વિશ્વાસથી વિકાસ કાર્યક્રમમાં રૂ.૬.૧૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૩૭ વિકાસ કાર્યોનું લોકાર્પણ જ્યારે રૂ.૪.૯ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૨૨૯ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં ઇડર ધારાસભ્યશ્રી હિતુભાઇ કનોડીયાએ જણાવ્યુ હતુ કે રાજ્યના છેવાડાના માનવીને પ્રાથમિક સેવાઓ મળી રહે તે માટે સરકારે અનેક પ્રયત્નો કર્યા છે. અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. આવા કાર્યક્રમો થકી ૨૦ વર્ષના વિશ્વાસ દ્વારા થયેલા જનવિકાસ કામોની ઝાંખી જન-જન સુધી સુપેરે પહોંચાડવામાં આવી રહી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરુભાઇ પટેલે જણાવ્યુ હતુ કે વર્તમાન સરકાર ડબલ એન્જીનની જેમ તેજગતિથી કામ કરી રહી છે. કેન્દ્ર રાજ્ય સરકારના પ્રયત્નો અને જન કલ્યાણની વિવિધ યોજનાઓથી જન સુખાકારીમાં બહુમોટો ફેરફાર થયો છે. આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા વગેરે ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. વધુમાં તેમણે જણાવ્યુ કે નર્મદાના નીર થકી કૃષિ વિકાસને વેગ મળ્યો છે. સારા વરસાદથી આજે ગુજરાત ચેકડેમોથી છલકાઇ રહ્યુ છે.પશુપાલન ક્ષેત્રે વિકાસ સાધીને આજે ગુજરાતની બહેનો આર્થિક સધ્ધરતા મેળવી રહી છે.આઇ.ટી.આઇ કોલેજોની સ્થાપના થકી વ્યવસાઇલક્ષી શિક્ષણ ઉપલબ્ધ થતા રોજગારી ઉભી કરવાના મજબુત પ્રયત્નો રોજગાર મેળા થકી કરવામાં આવી રહ્યા છે. સ્ટાર્ટઅપ અને સ્કીલ ડેવલોપીંગ થકી યુવાધનને યોગ્ય દિશા મળી રહી છે.

આ કાર્યક્રમમાં ઇડર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હર્ષાબેન એસ.વણકર,વડાલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ ખાંટ, ઇડર નગરપાલિકા પ્રમુખશ્રી જયસિંહ કનોડિયા, વડાલી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હંસાબેન આર સગર, તાલુકા-જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, અગ્રણીશ્રી અશ્વિનભાઇ પટેલ, તાલુકાના અધિકારીશ્રીઓ તથા ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ આબિદઅલી ભુરા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.