રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના કુલ ૪,૮૯,૭૨૨ બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવેલ
રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના કુલ ૪,૮૯,૭૨૨ બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવેલ
0 થી 18 વર્ષના બાળકોનું સ્વાસ્થ્ય અને સુખાકારી અત્યંત મહત્વની બાબત છે જે તેમના શિક્ષણ અને વિકાસ પર અસર કરે છે. સાબરકાંઠા જિલ્લામાં આર.બી.એસ.કે.કાર્યક્રમ અંતર્ગત કુલ ૨૯ ટીમો દ્વારા સરકારી અને ખાનગી આગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર, માધ્યમિક શાળા, મદ્રેસા, ચિલ્ડ્રન હોમ, કસ્તુરબા ગાંધી વિધ્યાલય અને આશ્રમશાળા ના બાળકોની આરોગ્ય ચકાસણી કરાય છે. જે અંતર્ગત સાબરકાઠાં જિલ્લામાં એપ્રિલ 2024 થી જાન્યુઆરી 2025 દરમિયાન જિલ્લાના કુલ ૪,૮૯,૭૨૨ બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી.
આ કાર્યક્રમ દરમિયાન કુલ ૧૮૩ હૃદયરોગગ્રસ્ત બાળકો શોધાયા છે. તેમાંથી ૫૦ બાળકોની સર્જરી સરકારની યોજના હેઠળ મફત કરવામાં આવી છે અને અન્ય બાળકોને નિષ્ણાત તબીબની સલાહ અનુસાર સારવાર ચાલી રહી છે.
કિડની ના-૪૮, કેન્સર ના ૩૪, કરોડરજ્જુની જન્મજાત ખામીવાળા -૧૫ તથા અન્ય બીમારીના- ૩૮૮ બાળકોને સંદર્ભ સેવાઓ લેવા માટે સંદર્ભકાર્ડ ભરી નિયત હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ છે.
જન્મજાત હોઠ કપાયેલા (કલેફ્ટ લિપ એન્ડ પેલેટ) ૩૯ બાળકોને શોધી તેમાથી ૧૧ બાળકોના ઓપરેશન થયા છે અને બાકી બાળકોને યોગ્ય ઉંમરે ઓપરેશન કરાવવામાં આવશે.
ક્લબ ફૂટ (જન્મ જાત વાંકા પગ )ના કિસ્સામાં કુલ ૪૦ બાળકોને શોધી ૩૭ બાળકોની સારવાર પ્લાસ્ટર અને ઓપરેશન બાદ અપંગતાથી મુક્ત થઈ સામાન્ય જીવન જીવી રહ્યા છે. બાકીના ત્રણ બાળકો હજુ સારવાર હેઠળ છે.
આર.બી.એસ.કી ટીમોના પ્રયાસથી બાળકોના જીવનને બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાઈ છે. તંદુરસ્ત કિશોરાવસ્થા માટે પણ શાળામાં માસિકસ્ત્રાવ સંબંધી સ્વચ્છ્તા, સાપ્તાહિક આર્યન ફોલિક એસિડ પુરક પોષણ , માનસિક સ્વાસ્થય, હેન્ડવોશ ટેકનિક, વ્યસનમુકત જીવન જેવા જરુરી વિષયો પર આરોગ્ય શિક્ષણ આપવામાં આવેછે. આ ટીમો દ્વારા ડિલેવરી પોઇન્ટ પર મુલાકાત કરી નવજાત શિશુઓને જન્મજાત બિમારિઓ માટે જરુરી સારવાર અને આરોગ્યશિક્ષણ પણ આપવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
