વાળ કપાવવા તેમજ દાઢી કરાવવી 1 જાન્યુઆરીથી 20 ટકા મોંઘુ થશે - At This Time

વાળ કપાવવા તેમજ દાઢી કરાવવી 1 જાન્યુઆરીથી 20 ટકા મોંઘુ થશે


વાળ કપાવવા તેમજ દઢી કરાવવી 1 જાન્યુઆરીથી 20 ટકા મોંઘુ થશે

વધતી મોંધવારીથી સામાન્ય નાગરિકો ત્રસ્ત છે ત્યારે હવે નવા વર્ષથી વાળ કપાવવા અને દાઢી કરાવવાનું 20 ટકા મોંઘુ થશે. આગામી 1 જાન્યુઆરીથી નવો દરવધારો લાગુ કરવાનો નિર્ણય સલૂન અને બ્યુટી પાર્લર વ્યવસાયિકોએ લીધો છે. પહોંરાષ્ટ્રમાં અત્યારે દોઢ લાખની આસપાસ સલૂન અને બ્યુટી પાર્લર છે જેના પર લગભગ 13 લાખ કારીગરોનું ગુજરાન ચાલે છે. તમામ ક્ષેત્રમાં વધેલી મોંઘવારીની ઝાળ સલૂન અને બ્યુટી પાર્લર વ્યવસાયિકો પણ લાગી છે. તેથી દરમાં 20 ટકાનો વધારો કરવાનો નિર્ણય સંગઠને લીધો છે. સલૂન અને બ્યુટી પાર્લર વ્યવસાયિકો અત્યારે લેવામાં આવતા દરમાં 20 ટકા વધારો કરીને નવા દર અનુસાર રૂપિયા લેશે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.