GPCB ની કાર્યવાહી શંકાના ઘેરામાં , AMC ને 75 કરોડનો દંડ કર્યો તો’ય ના સુધરી , આ બે શહેર સૌથી વધુ પ્રદૂષિત .
બે દિવસીય વિધાનસભા સત્રમાં છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો . આ અહેવાલમાં રાજ્યમાં પ્રદૂષણની સ્થિતિ અંગે ગંભીર બાબતો સામે આવી છે . જેને પગલે રાજ્ય સરકારના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા થયા છે . આ અહેવાલમાં સરકારી વિભાગની કામગીરી ગંભીર રીતે સમસ્યારૂપ હોવાનું દર્શાવી સામે અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે . આ અહેવાલમાં અનેક ટિપ્પણી કરવામાં આવી છે . કેગના અહેવાલ મુજબ , રાજકોટ અને વડોદરા સૌથી પ્રદૂષિત શહેર છે . પ્રદૂષણ અટકાવવા સરકારે પગલાં લેવામાં વિલંબ કર્યો પર્યાવરણને થયેલા નુકસાન બદલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દંડ ફટકારે છે . જેમાં ડિસેમ્બર 2020 ની સ્થિતિએ બેંક બાહેંધરીના હિસાબે બોર્ડ પાસે 48. 72 કરોડની સિલક હતી અને 5. 18 કરોડ જેટલા નાણાં પૂરા પાડવાની મંજૂરી પણ જૂન 2021 પણ આપવામાં આવી હતી . ત્યારે કેગ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે કે જપ્ત કરવામાં આવેલી બેંક બાંહેધરીનો ઉપયોગ માટેની યોજના તૈયાર કરવા માટે ગુજરાત સરકારે લગભગ પાંચ વર્ષનો સમય લીધો હતો અને એ રીતે હવા પ્રદૂષણ ઘટાડવા માટે જરૂરી પગલાં લેવામાં વિલંબ થયો હતો .ધોરી માર્ગને હરિયાળા બનાવવા નીતિ વિષયક દરમિયાનગીરીનો અભાવ કેગ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ રીઢા કસૂરવાર એકમો પાસેથી મળેલા ભંડોળનો ઉપયોગ કરવામાં ધીમું છે , પર્યાવરણ ઓડિટ એહવાલ જાહેરમાં નથી અને ઉત્સર્જનના જથ્થાનું પ્રમાણ અને સ્ટેક ઉત્સર્જન ડેટા સામેલ નથી . આમ , પર્યાવરણ યોજનાના મૂળ હેતુને પ્રાપ્ત કરે છે જ્યારે રાજ્ય સરકાર પાસે ધોરી માર્ગને હરિયાણા બનાવવા માટે નીતિ વિષયક દરમિયાનગીરીનો પણ અભાવ છે . જ્યારે માનવ સંસાધનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જે ગુજરાત પ્રદૂષણની અંદર બોર્ડની દેખરેખ અને નિયમનકારી કામગીરી પર વિપરીત અસર કરે છે . AMC ને 75 કરોડનો દંડ કર્યો તો'ય ના સુધરી કેગના રિપોર્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ઝાટકણી કાઢવામાં આવી છે . જેમાં અમદાવાદ શહેરના પીરાણા ખાતે 1982 થી ઘન બાંધકામ તોડફોડ અને ઔદ્યોગિક કચરો પીરાણા ખાતે નાખવામાં આવે છે . ત્યારે સમય જતા એકંદરે 95 લાખ મેટ્રિક ટન કચરાએ 375 ફૂટ ઊંચા ટેકરાના રૂપમાં 8417 જમીન રોકી રાખી છે . કચરો બળવાના કારણે હવાનું પ્રદૂષણ થાય છે અને કેટલાક રસાયણોની વધી ગયેલી સાંદ્રતા હવા ગુણવત્તાના બગાડ માટે જવાબદાર છે . જ્યારે કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ દ્વારા અમદાવાદ કોર્પોરેશનને ઘન કચરાનો નિકાલ માટે 25 ઓક્ટોબર 2017 પહેલા સૂચના આપી હતી તેમ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ 2019 સુધી કોઈ જ પગલા લીધા નથી , ત્યારે શિક્ષાત્મક પગલાં તરીકે 75 કરોડ રૂપિયાની રકમ એકાઉન્ટમાં જમા કરવાની સૂચના આપી હતી ત્યારબાદ ફેબ્રુઆરી 2021 સુધીમાં કોર્પોરેશન એ 24 , 00 , 000 મેટ્રિક ટન એકઠો થયેલો કચર છૂટો પાડવાની કામગીરી પૂર્ણ કરી હતી અને એકર જ જમીન ખાલી કરી હતી .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.